ખેડબ્રહ્મા ખાતે કોંગ્રેસની મહત્વપૂર્ણ “વિસ્તૃત કારોબારી” બેઠક યોજાશે: ઉત્તર ઝોન પ્રભારી સુભાષીની યાદવ અને વિપક્ષી નેતા ડૉ. તુષારભાઈ ચૌધરી રહેશે ઉપસ્થિત

ખેડબ્રહ્મા તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સંગઠનને વધુ મજબૂત કરવા અને આગામી રાજકીય વ્યૂહરચના અંગે ચર્ચા-વિચારણા કરવાના હેતુથી એક અગત્યની “વિસ્તૃત કારોબારી બેઠક”નું આયોજન કરવામાં આવ્યું છે.
આ મહત્વપૂર્ણ બેઠક આગામી ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૬, શુક્રવારના રોજ બપોરે ૨:૩૦ કલાકે સ્ટેટ બેંકની પાછળ આવેલા સ્વામી વિવેકાનંદ હૉલ, ખેડબ્રહ્મા ખાતે યોજાશે.
આ કારોબારી બેઠક ગુજરાત કોંગ્રેસના ઉત્તર ઝોન પ્રભારી શ્રીમતી સુભાષીની યાદવજીના અધ્યક્ષ સ્થાને યોજાશે. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના વિપક્ષી નેતા શ્રી ડૉ. તુષારભાઈ ચૌધરી, સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી રામભાઈ સોલંકી તેમજ તાલુકાના વિવિધ પ્રભારીઓ વિશેષ ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરૂં પાડશે.
ખેડબ્રહ્મા તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રી ભમરસિંહ ચંદાવત અને શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી અમિત શર્માએ સંયુક્ત યાદીમાં જણાવ્યું છે કે, આ બેઠકમાં ખેડબ્રહ્મા તાલુકા તથા શહેર કોંગ્રેસ સમિતિના તમામ કારોબારી સભ્યો, સિનિયર આગેવાનો અને હોદ્દેદારોને સમયસર ઉપસ્થિત રહેવા માટે હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ બેઠકમાં સંગઠનાત્મક બાબતો તેમજ સ્થાનિક પ્રશ્નો અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવશે.




