ખેડબ્રહ્મા

પોશીનાના સરદાર ચોક ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના કરાઈ

ભારતના યશસ્વી અને લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબના જન્મદિવસની સમગ્ર દેશમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે બક્ષીપંચ મોરચા દ્વારા સરદાર ચોક, પોશીના ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે બક્ષીપંચ મોરચાના હોદ્દેદારો, કાર્યકર્તાઓ તેમજ ગામના આગેવાનો, વડીલો અને યુવાનો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. ઉપસ્થિત તમામ ગ્રામજનો દ્વારા સરદાર ચોક ખાતે દીપ પ્રાગટ્ય કરી દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે ભગવાન સમક્ષ ભાવપૂર્વક પ્રાર્થના કરવામાં આવી હતી.

કાર્યક્રમ દરમિયાન મોરચાના પ્રમુખશ્રી અને સ્થાનિક આગેવાનોએ વડાપ્રધાનશ્રીના નેતૃત્વ અને દેશસેવાના કાર્યોને બિરદાવ્યા હતા. ઉપસ્થિત સહુ કોઈએ આપણા દેશના લોકલાડીલા નેતા શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબને તેમના જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવી હતી. સમગ્ર પોશીના પંથકમાં આ પ્રસંગે ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!