સાબરકાંઠા
પોશીના ના દાંતીયા ગામમાં વિજળી પડવાથી એક યુવક નું મોત નિપજ્યું

પોશીના તાલુકાના દાંતીયા ગામ પાસે આવેલા બારા ફળીયામાં આકાશી આફત ઉતરી છે. અહીં વાવાઝોડા અને કડાકા-ભડાકા સાથે શરૂ થયેલા વરસાદ દરમિયાન વીજળી પડતાં ૧૮ વર્ષીય યુવક વિક્રમભાઈ માલભાઈ તરાલ પર આકાશી વીજળી પડી હતી. વીજળી પડવાના કારણે ગંભીર રીતે દાઝી ગયેલા વિક્રમભાઈને તાત્કાલિક સારવાર અર્થે લાંબડીયા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ૧૮ વર્ષના આશાસ્પદ યુવકના કરુણ મોતથી સ્થાનિક પંથક અને પરિવારમાં ભારે અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે. ચિમન ગમાર પોશીના
નોધ-AI ઈમેજ છે.




