હિમતનગર
હિંમતનગરના નવા જિલ્લા કોર્ટ સંકુલ પાસે કારમાં આગ, અફરાતફરીનો માહોલ

હિંમતનગર ખાતે નવા જિલ્લા કોર્ટ સંકુલની દિવાલ નજીક પાર્ક કરેલી એક કારમાં અચાનક આગ લાગી હતી. ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કારમાંથી આગની જ્વાળાઓ ઉંચી ઉઠતાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.
મહત્વની બાબત એ છે કે આગામી ચોવીસ કલાક બાદ રાજ્યના નાયબ મુખ્યમંત્રી તેમજ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ દ્વારા નવા જિલ્લા કોર્ટ સંકુલનું લોકાર્પણ કરવામાં આવનાર છે. ત્યારે ઉદ્દઘાટનના એક દિવસ પહેલા જ આગની ઘટના બનતાં પોલીસ અને તંત્ર પણ દોડતું થયું હતું.
ઘટનાની જાણ થતાં સ્થાનિક બી ડિવિઝન પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. આગ લાગવાનું કારણ શું હતું તેમજ કાર કોની હતી તે અંગેની વિગતો એકત્ર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.




