હિમતનગર

હિંમતનગર આરપીએફ પોલીસ સ્ટેશન નજીકથી બાઈક ચોરી, CCTVમાં ઘટના કેદ

હિંમતનગર શહેરમાં આરપીએફ પોલીસ સ્ટેશન નજીક રાત્રી દરમિયાન બાઈક ચોરીની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ બે અજાણ્યા યુવકો પાર્ક કરેલી બે અલગ અલગ બાઈક પાસે પહોંચ્યા હતા અને ડુપ્લીકેટ ચાવી વડે બાઈકના લોક ખોલવાનો પ્રયાસ કર્યો હતો.

જેમાં એક બાઈકનું લોક ખુલતા જ બંને યુવકો બાઈક લઈને ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. બાઈક ચોરીનો વીડિયો સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

ઘટનાની જાણ થતાં હિંમતનગર સ્થાનિક પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!