સાબરકાંઠા

હિંમતનગર એ-ડિવિઝન પોલીસ દ્વારા ગેરકાયદેસર દારૂ વિરુદ્ધ અસરકારક કાર્યવાહી કરતાં એક ઇસમને સી.એન.જી. રિક્ષા સાથે ઝડપી પાડવામાં આવ્યો છે અને કુલ રૂ. 1,22,320/- નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો

શીતલ ઠાકર,ગાંધીનગર

નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ (IPS), ગાંધીનગર વિભાગ તથા પોલીસ અધિક્ષક શ્રી ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ (IPS), સાબરકાંઠા ના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નિયંત્રણ માટે કડક પેટ્રોલિંગ અને વોચ રાખવામાં આવી રહી છે.
વિભાગીય પોલીસ અધિકારી શ્રી એ.કે. પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે.વાય. વ્યાસ, એ-ડિવિઝન પોલીસ સ્ટેશન, હિંમતનગર તથા સર્વેલન્સ સ્ક્વોડ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમીના આધારે સુંદરગઢ ગામની સીમમાં હાઈવે રોડ ઉપર વાહન ચેકિંગ ગોઠવવામાં આવ્યું હતું.
આ દરમ્યાન સર્વેલન્સ સ્ક્વોડના અ.પો.કો. જ્ઞાનદિપસિંહ વિજયસિંહ તથા અ.પો.કો. મિતરાજસિંહ રણજીતસિંહની ટીમે શંકાસ્પદ સી.એન.જી. રિક્ષા (રજી. નં. GJ-31-X-2387)ને રોકી તપાસ કરતાં ડ્રાઈવર સીટ નીચે તથા પાછળની સીટમાં રાખેલ થેલાઓમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બીયરની જુદી જુદી બ્રાન્ડની કુલ 111 બોટલો મળી આવી.
પોલીસ દ્વારા દારૂ તથા બીયર (કિંમત રૂ. 47,320/-), મોબાઈલ ફોન (રૂ. 5,000/-) અને રિક્ષા (રૂ. 70,000/-) મળી કુલ રૂ. 1,22,320/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
પકડાયેલા આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

PRESSNOTE PROHI HMT A-DIVI 20-04-2026

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!