હિમતનગર

“હિંમતનગર સાહિત્ય સભા”ની ૨૬મી બેઠકમાં વિશિષ્ટ વાર્તાઓ પુસ્તકનું લોકાર્પણ

“હિંમતનગર સાહિત્ય સભા”ની ૨૬મી બેઠક ૩૦ તારીખને ગુરુવારના રોજ શ્રી દિનેશભાઈ પરમારના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.કાર્યક્રમની શરૂઆતમાં વાસવદત્તા નાયકે પ્રાર્થના રજૂ કરી હતી. ત્યારબાદ “શબ્દરવ” મેગેઝીનના તંત્રી શ્રી હંસરાજ સાંખલા દ્રારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.ત્યારબાદ ડૉ. સતીષ પટેલ સંપાદિત વિશિષ્ટ વાર્તાઓ: પ્રભુદાસ પટેલ પુસ્તકનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ડૉ. સતીષ પટેલે વિશિષ્ટ વાર્તાઓ : પ્રભુદાસ પટેલ પુસ્તક વિશે ટૂંકમાં રજૂઆત કરી હતી.પ્રો. પ્રાગજીભાઈ ભામ્ભી દ્રારા વાર્તા કેવી રીતે લખવી તેની ભાષા, વિષય વસ્તુ વગેરે વિશે સુંદર સમજૂતી આપી હતી.આ સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન વાસવદત્તા નાયકે કર્યું હતું. આ સભામાં ઉપસ્થિત સર્જકગણ દ્રારા કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેમાં શ્રી હંસરાજ સાંખલા,શ્રી ભીખુસિંહ ઝાલા, પ્રો.અંકિતા પંડ્યા “સંધ્યા”, ડૉ. સતીષ પટેલ, વાસવદત્તા નાયક “દીવાની”,શ્રી મહેશ પંચાલ,શ્રી વિપુલસિંહ વાઘેલા અને શ્રી તીર્થ ભટ્ટનો સમાવેશ થાય છે.સભાના અધ્યક્ષ શ્રી દિનેશભાઇ પરમારના પ્રવચન બાદ સાહિત્ય સભા પૂર્ણ જાહેર કરવામાં આવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!