પીએમ મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થતા કરણપુર ગામે જન કલ્યાણ શિબિર દ્વારા યોજનાઓની માહિતી અને લાભ વિતરણ

ભારતના યશસ્વી વડાપ્રધાનશ્રી Narendra Modi ના નેતૃત્વમાં છેલ્લા 12 વર્ષ દરમિયાન થયેલા વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણલક્ષી કાર્યોના સુચારુ વિસ્તરણ માટે કરણપુર ગામે જન કલ્યાણ શિબિર (સેવા સેતુ) નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે હિંમતનગરના લોકપ્રિય ધારાસભ્યશ્રી V.D. Zala ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું તેમજ વધુમાં વધુ લાભાર્થીઓ સુધી યોજનાઓનો લાભ પહોંચે તે માટે લોકોને પ્રેરિત કર્યા હતા.
શિબિરમાં ગ્રામજનો અને લાભાર્થીઓએ વિવિધ સરકારી યોજનાઓ અંગે માહિતી મેળવી તેમજ નીચે મુજબની યોજનાઓનો લાભ લીધો હતો.
1. આયુષ્માન ભારત યોજના
2. આયુષ્માન વય વંદના યોજના
3. નમો શ્રી યોજના
4. પી.એમ.જે.એ.વાય. યોજના (અરજી)
5. પી.એમ. સૂર્યઘર યોજના
6. લગ્ન સહાય યોજના
7. વી.વી.જી. રામજી યોજના
8. પી.એમ. સ્વનિધિ યોજના
9. ફ્રીશિપ કાર્ડ (શાળા-કોલેજ પ્રવેશ માટે)
10. રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના
11. નિરાધાર વૃદ્ધ અને દિવ્યાંગ આર્થિક સહાય યોજના
12. રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના (અરજી સ્વીકાર)
13. ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના
14. મુખ્યમંત્રી લક્ષ્મી યોજના
15. સરસ્વતી સાધના યોજના
આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખશ્રી નરેશભાઈ પરમાર, જિલ્લા સદસ્યશ્રી હિમાંશુભાઈ નિનામા, જિલ્લા સદસ્યશ્રી નારાયણભાઈ પટેલ, મંડલ પ્રમુખશ્રી હિતેન્દ્રભાઈ પટેલ, મહામંત્રી ભવરસિંહ ચૌહાણ, શ્રી વનરાજસિંહ રાઠોડ, તાલુકા વિકાસ અધિકારીશ્રી, મામલતદારશ્રી તેમજ આજુબાજુના ગામોના સરપંચશ્રીઓમાં હર્ષભાઈ પટેલ, શ્રી અરુણભાઈ પટેલ, શ્રી પરેશસિંહ રાઠોડ, કાર્યકર્તાશ્રી પ્રવિણસિંહ સહિત ગ્રામજનો અને અધિકારીગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
જન કલ્યાણ શિબિર દ્વારા ગ્રામજનોને વિવિધ સરકારી યોજનાઓનો લાભ એક જ સ્થળે સરળતાથી મળી રહે તે હેતુ સફળતાપૂર્વક સિદ્ધ થયો હતો. મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉપસ્થિત રહી યોજનાઓ અંગે માહિતી મેળવી અને વિવિધ યોજનાઓનો લાભ લીધો હતો.





