તાપી જિલ્લામાં ગ્લુ-ટ્રેપના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ

ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ, ગાંધીનગરની સૂચનાઓ અને ગુજરાત હાઈકોર્ટના આદેશોના અમલીકરણના ભાગરૂપે તાપીના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર.આર. બોરડે સમગ્ર તાપી જિલ્લામાં ઉંદર પકડવાની ચીકણી જાળ એટલે કે **’ગ્લુ-ટ્રેપ’ (ગ્લુ-બોર્ડ/સ્ટીકી ટ્રેપ)**ના ઉત્પાદન, વેચાણ તેમજ ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યું છે.
ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ અને સંયુક્ત પશુપાલન નિયામકની માહિતી મુજબ, ઉંદર સહિત અન્ય નાના જીવોને પકડવા માટે વપરાતી ગ્લુ-ટ્રેપ અત્યંત ક્રૂર અને અમાનવીય સાધન છે, જેના કારણે પ્રાણીઓને લાંબા સમય સુધી અસહ્ય પીડા સહન કરવી પડે છે. કોઈપણ જીવને બિનજરૂરી વેદના પહોંચાડવી કાયદેસર ગુનો ગણાય છે.
આ જાહેરનામું 12 જુલાઈ, 2026 સુધી અમલમાં રહેશે. જાહેરનામાનો ભંગ કરીને ગ્લુ-ટ્રેપનું ઉત્પાદન, વેચાણ અથવા ઉપયોગ કરતા કોઈપણ વ્યક્તિ, વેપારી અથવા સંસ્થા સામે કાયદા મુજબ કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.


