સાબરકાંઠા પોલીસ દ્વારા ₹૧.૭૧ કરોડથી વધુની કિંમતના ૧૩૧૧ કિલો નાર્કોટિક્સ મુદ્દામાલનો નાશ કરાયો

ગુજરાત રાજ્યના માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી અને ડી.જી.પી. શ્રી જી.એસ. મલીકની ખાસ ઉપસ્થિતિમાં રાજ્યભરમાંથી જપ્ત કરાયેલા નાર્કોટિક્સ મુદ્દામાલનો નાશ કરવાની એક મોટો ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી અંતર્ગત સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા કુલ ₹૧,૭૧,૮૮,૨૬૦/- ની કિંમતનો ૧૩૧૧ કિલો ૩૭૧ ગ્રામ જેટલો નાર્કોટિક્સનો જથ્થો સળગાવીને સંપૂર્ણપણે નાશ કરવામાં આવ્યો છે.
રાજ્યભરમાંથી ₹૨૧૧૦ કરોડનો મુદ્દામાલ નષ્ટ
ગુજરાત પોલીસ મહાનિદેશક (ગાંધીનગર), નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ તથા સાબરકાંઠા પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ એન.ડી.પી.એસ. (NDPS) એક્ટની કલમ-૫૨(એ) મુજબ નિયત ગાઇડલાઇન અનુસરીને આ નિકાલ પ્રક્રિયા હાથ ધરાઈ હતી.
રાજ્યના અલગ-અલગ ૨૫ શહેર અને જિલ્લાઓના કુલ ૮૭૭ કેસોનો આશરે ૧૪.૫ હજાર કિલોગ્રામ નાર્કોટિક્સ અને ૧૧ લાખથી વધુ કોડેઇન બોટલો મળીને કુલ ₹૨૧૧૦ કરોડનો મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો હતો.
ભરૂચના ઇન્સીનરેટર પ્લાન્ટમાં સળગાવાયો જથ્થો
સાબરકાંઠા જિલ્લાની ‘ડ્રગ્સ ડીસ્પોઝલ કમીટી’ના અધ્યક્ષ ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ (SP), સભ્યશ્રી સ્મિત ગોહિલ (DySP, ઇડર), શ્રી એ.કે. પટેલ (DySP, હિંમતનગર) અને એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ.એમ. વાળા દ્વારા ૨૦ જુલાઈ ૨૦૨૬ના રોજ ભરૂચ ઇનવાયરો ઇન્ફ્રાસ્ટ્રક્ચર લીમીટેડ (BEIL), દહેજ ખાતે આવેલા ઇન્સીનરેટર પ્લાન્ટની ચાલુ ભઠ્ઠીમાં આ મુદ્દામાલ સળગાવી દેવાયો હતો.
સાબરકાંઠા પોલીસ દ્વારા નાશ કરાયેલ મુદ્દામાલની વિગત:
| ક્રમ | પદાર્થનું નામ | વજન | અંદાજિત કિંમત (રૂ.) |
| ૧ | ગાંજો | ૫૭૪.૩૧૧ કિ.ગ્રામ |
₹૧,૩૦,૩૧,૦૫૫/- |
| ૨ | ચરસ | ૨.૭૪૮ કિ.ગ્રામ |
₹૧,૦૨,૪૩૫/- |
| ૩ | એમ.ડી. (MD) | ૧૫૪.૬૨ ગ્રામ |
₹૧૧,૮૧,૨૦૦/- |
| ૪ | પોશડોડા | ૭૩૪.૦૧ કિ.ગ્રામ |
₹૨૭,૨૫,૫૬૦/- |
| ૫ | હાઇબ્રીડ ગાંજો | ૪૮ ગ્રામ |
₹૧,૪૮,૦૦૦/- |
| કુલ | — | ૧૩૧૧.૩૭૧ કિ.ગ્રામ |
₹૧,૭૧,૮૮,૨૬૦/-
|
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર:
“ચોરી કે ફેરબદલી માટે સંવેદનશીલ અને જોખમી કેફી દ્રવ્યોનો ગાઇડલાઇન મુજબ ઝડપી નિકાલ કરવો જરૂરી હોય છે. આ કામગીરીથી અસામાજિક તત્વોમાં કડક સંદેશ જશે.”




