સાબરકાંઠા

ગાંભોઈ વિસ્તારમાં એલસીબીની મોટી કાર્યવાહી, ટ્રકના ગુપ્ત ખાનામાંથી ₹18.47 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

પોલીસે ટ્રક નં. RJ.19.GG.9211માંથી કુલ 2,784 બોટલ વિદેશી દારૂ (કિંમત ₹8,42,919), એક મોબાઇલ ફોન (₹5,000) અને ટ્રક (₹10 લાખ) સહિત કુલ ₹18,47,919નો મુદ્દામાલ કબજે કર્યો છે.

આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે:

  • હનુમાન જયકિશન બિશ્નોઈ (બાડમેર, રાજસ્થાન)
  • ઓમપ્રકાશ હનુમાનરામ જાટ (બાડમેર, રાજસ્થાન)

જ્યારે અન્ય બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં ટ્રકનો માલિક અને વડોદરા ખાતે દારૂ સ્વીકારનાર અજાણ્યો વ્યક્તિનો સમાવેશ થાય છે.

આ કાર્યવાહી એલસીબીના પીઆઈ ડી.સી. સાકરીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસ.જે. ચાવડા તથા એલસીબી સ્ટાફે સફળતાપૂર્વક પાર પાડી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!