ટોપ સ્ટોરીઝ

અમુલ દૂધના ભાવમાં પ્રતિ લીટર રૂ. 2 નો વધારો

14 મેથી નવા ભાવ અમલમાં આવશે, ગોલ્ડ-તાજા-ટી સ્પેશિયલ સહિત વિવિધ પેકેટ મોંઘા

અમુલ ડેરી દ્વારા દૂધના વિવિધ પેકેટના ભાવમાં પ્રતિ લીટર રૂપિયા 2 નો વધારો જાહેર કરવામાં આવ્યો છે. કંપનીના નવા દર 14 મેથી અમલમાં આવશે. ભાવવધારા બાદ સામાન્ય ગ્રાહકોના ઘરખર્ચ ઉપર વધુ બોજો વધવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.

માહિતી અનુસાર અમુલ ગોલ્ડ, અમુલ તાજા, ટી સ્પેશિયલ તેમજ અમુલ શક્તિ ગાયના દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. કંપનીએ વિવિધ પેકેટના નવા દર જાહેર કરતાં દૂધ વેચાણકર્તાઓ અને ગ્રાહકોમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે.

દૂધ ઉત્પાદનમાં વધતા ખર્ચ, પશુઆહાર, ટ્રાન્સપોર્ટેશન તેમજ અન્ય સંચાલન ખર્ચમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે.

ગ્રાહકોમાં ભાવવધારાને લઈને મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારો માટે દૈનિક ઉપયોગની આવશ્યક ચીજોમાં સતત ભાવવધારો ચિંતાનો વિષય બની રહ્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!