
રાજય સરકાર દ્વારા મંગળવારે અનેક આઈએએસ અધિકારીઓની બદલીના ઓડરો કરાયા છે ત્યારે સાબરકાંઠાના ડીડીઓ હર્ષદ વોરાને બઢતી સાથે બદલી કરીને બોટાદ જિલ્લાના કલેકટર બનાવાયા છે જયારે સાબરકાંઠાના ડીડીઓ તરીકે જુનાગઢથી આવેલા એસ.પી.પટેલને મુકાયા છે.
સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ છેલ્લા કેટલાક સમયથી ઉચ્ચ અધિકારીઓની બદલી કરવા માટે રાજય સરકારે તખ્તો ગોઠવ્યો હતો પરંતુ સ્થાનિક સ્વરાજયની ચુંટણીઓને લઈને બઢતી સાથે બદલીના હુકમો પાછા ઠેલાયા હતા. દરમ્યાન સાબરકાંઠામાં સ્થાનિક સ્વરાજયની ચુંટણીઓ પૂર્ણ થઈ ચુકી છે ત્યારે જિલ્લા પંચાયત અને આઠ તાલુકા પંચાયતોના પ્રમુખ, ઉપપ્રમુખની વરણી કરવા માટે યોજાનાર પ્રથમ સામાન્ય સભા દરમ્યાન જિલ્લા પંચાયતમાં નવા આવેલા ડીડીઓની ઉપસ્થિતિમાં કાર્યવાહી થશે.




