Uncategorized
29-30 માર્ચે વરસાદની આગાહી વચ્ચે ખેડૂતોને એલર્ટ – સાવચેતી રાખવા ખેતીવાડી વિભાગની અપીલ

શીતલ ઠાકર,ગાંધીનગર
ગુજરાત તેમજ સાબરકાંઠા જિલ્લામાં તા. 29 તથા 30 માર્ચ દરમિયાન છૂટાછવાયા વરસાદ સાથે કરા પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ આગાહીને ધ્યાનમાં રાખી ઇન્ચાર્જ ખેતીવાડી અધિકારી હાર્દિક પટેલ દ્વારા ખેડૂતોને જરૂરી માર્ગદર્શન અને સાવચેતીના સૂચનો આપવામાં આવ્યા છે.
તેમણે જણાવ્યું હતું કે આ બે દિવસ દરમિયાન ખેડૂતો દવાનો છંટકાવ તેમજ બિયારણના છટકા કરવાનું ટાળે, જેથી પાકને નુકસાનથી બચાવી શકાય. ઉપરાંત, તૈયાર પાક અથવા અન્ય કૃષિ ઉત્પાદનને સુરક્ષિત સ્થળે ખસેડવાની પણ અપીલ કરવામાં આવી છે.
આ સાથે જ APMCને પણ સૂચિત કરવામાં આવ્યું છે કે બજારમાં આવેલા કૃષિ ઉત્પાદનોને સલામત રીતે સંગ્રહિત રાખવા જરૂરી વ્યવસ્થા કરવામાં આવે.
ખેતીવાડી વિભાગ દ્વારા આપવામાં આવેલી આ સૂચનાઓ ખેડૂતોના હિતમાં અને સંભવિત નુકસાન ઘટાડવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.




