ટોચના સમાચાર

સાબરકાંઠા જિલ્લાનું ધોરણ-૧૦નું ૮૨.૯૧ ટકા પરિણામ જાહેર થયુ

માર્ચ-૨૦૨૬માં લેવાયેલ ધોરણ-૧૦ (SSC) ની પરીક્ષાનું સાબરકાંઠા જિલ્લાનું આ વર્ષે ૮૨.૯૧ ટકા પરિણામ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા માર્ચ-૨૦૨૬માં લેવાયેલ ધોરણ-૧૦ (SSC) ની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. સાબરકાંઠા જિલ્લાએ આ વર્ષે ૮૨.૯૧ ટકા પરિણામ મેળવ્યું છે.
સાબરકાંઠા જિલ્લામાં કુલ ૧૯,૮૭૫ વિદ્યાર્થીઓ નોંધાયે જે પૈકી ૧૯,૨૭૬ પરીક્ષા આપી જેમાં ૧૫,૯૮૧ઉત્તીર્ણ થયા છે  જિલ્લાનું કુલ પરિણામ: ૮૨.૯૧% રહ્યું છે. ગત વર્ષે ૨૦૨૫માં  ધોરણ ૧૦નું પરીણામ ૭૮.૫૯ હતું. જે આ વર્ષે ૮૨.૯૧% થતા ૪.૩૨ % વધ્યું છે.
• A1 ગ્રેડ: ૬૭૮ વિદ્યાર્થીઓ
• A2 ગ્રેડ: ૧૯૧૮વિદ્યાર્થીઓ
• B1 ગ્રેડ: ૨૮૩૬વિદ્યાર્થીઓ
• B2 ગ્રેડ: ૩૮૧૩વિદ્યાર્થીઓ
• C1 ગ્રેડ: ૪૧૨૧વિદ્યાર્થીઓ
• C2 ગ્રેડ: ૨૪૧૮વિદ્યાર્થીઓ
• D ગ્રેડ: ૧૮૭ વિદ્યાર્થીઓ
સાબરકાંઠા જિલ્લાની કુલ ૩૭ શાળાઓએ ૧૦૦ ટકા પરિણામ મેળવી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. ગત વર્ષની સરખામણીએ જિલ્લાના પરિણામમાં સુધારો જોવા મળ્યો છે

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!