હિમતનગર

બે ગુનામાં દોઢ વર્ષથી ફરાર આરોપી હિંમતનગર બી ડિવિઝન પોલીસના હાથે ઝડપાયો

સાબરકાંઠા જિલ્લામાં ગુનાખોરી ઉપર નિયંત્રણ લાવવા માટે પોલીસ તંત્ર સતત સક્રિય બન્યું છે. ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ હિંમતનગર બી ડિવિઝન પોલીસ દ્વારા પેટ્રોલિંગ અને બાતમીદારોના જાળાને સક્રિય રાખી ફરાર આરોપીઓને ઝડપી પાડવા વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

તે દરમિયાન હિંમતનગર ન્યાય મંદિર પાસે પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે રાજસ્થાનના ગઢી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એન.ડી.પી.એસ.એક્ટના બે અલગ અલગ ગુનામાં દોઢ વર્ષથી ફરાર ચાલી રહેલા આરોપી સુલતાન જૈનલભાઈ અંસારીને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. આરોપી હાલ ચાંદલોડિયા વિસ્તારમાં રહેતો હોવાનું સામે આવ્યું છે.

હિંમતનગર બી ડિવિઝન પોલીસ દ્વારા આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લાંબા સમયથી ફરાર આરોપીને ઝડપી પાડતા પોલીસની કામગીરી પ્રશંસનીય માનવામાં આવી રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!