હિમતનગર

પ્રમુખ ઇન્ડસ્ટ્રીઝની બેદરકારીથી યુવકનું મોત? ખરાબ લિફ્ટ પડતા GIDCમાં સર્જાઈ દુર્ઘટના, કાર્યવાહીની માંગ

હિંમતનગરના GIDC વિસ્તારમાં આવેલી પ્રમુખ ઇન્ડસ્ટ્રીઝ ફેક્ટરીમાં લિફ્ટ દુર્ઘટનામાં એક યુવકનું કરૂણ મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર પીપલોડી ગામનો યુવક ફેક્ટરીમાં મજૂરી કામ માટે આવતો હતો અને જંતુનાશક દવાઓના પેકિંગ માટેના બોક્સ લેવા ગયો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો.

પ્રાથમિક માહિતી મુજબ ફેક્ટરીની લિફ્ટ છેલ્લા બે દિવસથી ખરાબ હાલતમાં હોવાનું કહેવાઈ રહ્યું છે. દરમિયાન યુવક લિફ્ટ નજીક પહોંચતા અચાનક લિફ્ટ નીચે પડતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનામાં યુવકનું મોત નિપજ્યું હતું.

ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં મૃતક યુવકના પરિવારજનો પણ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.

આ ગંભીર દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થતા સમગ્ર મામલે યોગ્ય અને નિષ્પક્ષ તપાસ થવી જરૂરી બની છે. જો ફેક્ટરી સંચાલન અથવા જવાબદાર તંત્રની બેદરકારી સામે આવે તો સંબંધિત જવાબદારો સામે ગુનાહિત બેદરકારી હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. સાથે જ મૃતક યુવકના પરિવારને યોગ્ય વળતર, આર્થિક સહાય અને ન્યાય મળે તે પણ જરૂરી બન્યું છે. સમગ્ર ઘટનાને લઈને GIDC વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!