હિમતનગર

માથાસુલિયામાં પરિવાર સૂતો રહ્યો, તિજોરી તોડી ૮ લાખની ચોરી : તાત્કાલિક જિલ્લા LCB સહિતની ટીમ તપાસમાં જોડાઈ

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના માથાસુલિયા ગામે તસ્કરોએ ફિલ્મી ઢબે ચોરીને અંજામ આપતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ તસ્કરો ઘરના પાછળના ભાગેથી પ્રવેશ્યા હતા અને રસોડામાં આવેલી જાળીના સળિયા તોડી અંદર ઘૂસ્યા હતા.

તસ્કરોએ રસોડામાંથી ઘરમાં પ્રવેશ કરી સીધા તિજોરીને નિશાન બનાવી હતી. તિજોરી તોડી અંદર મુકેલા સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી કુલ અંદાજે રૂ.૮ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

ચોંકાવનારી બાબત એ રહી કે ચોરી દરમિયાન પરિવારના સભ્યો ઘરની આગળની ઓસરીમાં નિંદ્રાધીન હાલતમાં સુતા રહ્યા હતા અને તસ્કરો શાંતિથી ચોરી કરી નાસી છૂટ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પરિવારમાં દોડધામ મચી ગઈ હતી.

બનાવ અંગે ગાંભોઈ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ જિલ્લા LCB સહિત વિવિધ તપાસ એજન્સીઓ ચોરીનો ભેદ ઉકેલવા માટે કામે લાગી ગઈ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!