ટોપ સ્ટોરીઝ

સાબરકાંઠા SOGની મોટી કામગીરી: ચોરી, ઘરફોડ અને લૂંટના 10 ગુનામાં નાસતો આરોપી ઝડપાયો

સાબરકાંઠા SOGની મોટી કામગીરી: ચોરી, ઘરફોડ અને લૂંટના 10 ગુનામાં નાસતો આરોપી ઝડપાયો

સાબરકાંઠા જિલ્લા પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ટીમે એક મોટી કામગીરી પાર પાડતાં જાદર, ઇડર, વડાલી, પ્રાંતિજ તથા સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા ચોરી, ઘરફોડ અને લૂંટના કુલ ૧૦ ગુનાઓમાં છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે.

નાયબ પોલીસ મહાનિરીક્ષક નિરેન્દ્રસિંહ યાદવ તથા પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહિલની સૂચના અન્વયે જિલ્લામાં કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે અને નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે એટીએસ ચાર્ટર અંતર્ગત કામગીરી હાથ ધરવામાં આવી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. વાળા (SOG, સાબરકાંઠા)ના માર્ગદર્શન અને PSI કે.યુ. ચૌધરી તથા PSI પી.એમ. ઝાલાની રાહબરી હેઠળ SOG સ્ટાફ હિંમતનગર બી-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો, તે દરમિયાન અ.પો.કોન્સ. ગોપાલભાઈ પ્રવીણભાઈ તથા આ.પો.કોન્સ. અનિરુધ્ધસિંહ ઇન્દ્રસિંહને મળેલી ખાનગી બાતમીના આધારે જાદર પોલીસ સ્ટેશનના ગુના નં. ૧૧૨૦૯૦૨૪૨૩૦૬૬૯/૨૦૨૩ (કલમ ૪૪૭, ૩૭૯) અંતર્ગત નાસતા ફરતા આરોપીને હિંમતનગર બસ સ્ટેશન નજીકથી ઝડપી લેવામાં આવ્યો.

આરોપીની ઓળખ
પકડાયેલ આરોપીનું નામ સુખદેવ ઉર્ફે સુરજ ઉદારામ ગુર્જર (ઉં.વ. ૨૫, રહે. કવાસ કા ગુડા, ગુજરી દરવાજા, તા. દેવગઢ, જિ. રાજસમંદ, રાજસ્થાન) હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય ગુનાઓમાં પણ સંડોવણી
તપાસ દરમિયાન ખૂલ્યું કે આ આરોપી જાદર, ઇડર, વડાલી, પ્રાંતિજ તથા મૂળી પોલીસ સ્ટેશન વિસ્તારના કુલ નવ અન્ય ગુનાઓમાં પણ નાસતો ફરતો હતો, જેમાં ચોરી (IPC ૩૭૯), ઘરફોડ, નુકસાની અને ઇલેક્ટ્રિસિટી એક્ટ તથા ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ હેઠળના ગુનાઓનો સમાવેશ થાય છે.

ગુનાહિત ઇતિહાસ
આરોપી સામે અગાઉ પણ વાંકાનેર સિટી, ચોટીલા અને લખતર પોલીસ સ્ટેશનમાં ઘરફોડ, ચોરી અને લૂંટ જેવા ગુનાઓ નોંધાયેલા છે. ઉપરાંત રાજસ્થાનના નાગૌર જિલ્લાના ગોતાન પોલીસ સ્ટેશનમાં પણ તેની સામે ગુનો નોંધાયેલો છે.

આરોપીને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ ૩૫(૧)(જે) મુજબ અટક કરી વધુ કાર્યવાહી માટે હિંમતનગર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનને સુપરત કરવામાં આવ્યો છે.

કામગીરીમાં સામેલ સ્ટાફ
PSI કે.યુ. ચૌધરી, PSI પી.એમ. ઝાલા, ASI અનિરુધ્ધસિંહ, HC વિક્રમસિંહ સોલંકી, HC વિક્રમસિંહ પરમાર, HC રાજેશભાઈ, HC પ્રકાશકુમાર, PC કલ્પેશકુમાર, PC ગોપાલભાઈ, PC અનિરુધ્ધસિંહ, PC દિપકસિંહ અને DHC દશરથભાઈની ટીમે આ કામગીરી પાર પાડી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!