હિમતનગર

ગાંભોઈના કરણપુર નજીક ચાલુ કારનું ટાયર ફાટતાં ગંભીર અકસ્માત, ૨ લોકો ગંભીર રીતે ઘવાયા

સાબરકાંઠા જિલ્લાના ગાંભોઈ નજીક આવેલા કરણપુર પાસે આજે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. શામળાજી તરફથી હિંમતનગર આવી રહેલી એક કારનું ચાલુ મુસાફરી દરમિયાન અચાનક ટાયર ફાટતાં કારચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. ત્યાર બાદ કાર પૂરપાટ ઝડપે રોડના ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી.

અકસ્માત એટલો જોરદાર હતો કે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે કચડાઈને બોનેટનો કુરચો નીકળી ગયો હતો. આ ઘટનામાં કારમાં સવાર બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

સ્થાનિકો મદદ દોડી આવ્યા, ૧૦૮ મારફતે હોસ્પિટલ ખસેડાયા અકસ્માત થતાં જ આસપાસના વિસ્તારના લોકો અને રોડ પરથી પસાર થતા અન્ય વાહનચાલકો તાત્કાલિક મદદ અર્થે સ્થળ પર દોડી આવ્યા હતા. બનાવ અંગે ૧૦૮ એમ્બ્યુલન્સ સર્વિસને જાણ કરવામાં આવતાં એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થાનિકો અને એમ્બ્યુલન્સ સ્ટાફની મદદથી બંને ઈજાગ્રસ્તોને કારમાંથી બહાર કાઢીને તાત્કાલિક ધોરણે વધુ સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

માર્ગ પર વાહનવ્યવહાર ક્ષણિક ખોરવાયો અકસ્માતને પગલે હાઇવે પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો હતો અને અકસ્માતગ્રસ્ત કારને રોડ સાઇડ કરાવી વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. પોલીસે આ મામલે આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!