પ્રાંતિજ પોલીસે માવાની મુવાડીમાં દરોડો પાડી રૂ. ૧.૯૨ લાખનો દેશી દારૂ અને વોશ ઝડપી પાડ્યો

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે દેશી દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે મોટી કાર્યવાહી કરતા રૂ. ૧,૯૨,૦૦૦/- નો પ્રોહીબીશન મુદ્દામાલ ઝડપી પાડીને એક મહત્વનો કેસ શોધી કાઢ્યો છે.
ગાંધીનગર વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ, હિંમતનગર પોલીસ અધિક્ષક શ્રી ડો. પાર્થરાજસિંહ ગોહિલ (IPS) અને હિંમતનગર વિભાગના ડીવાયએસપી શ્રી એ.કે. પટેલ દ્વારા પ્રોહીબીશન અને જુગારની પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવા આપેલી સુચના અન્વયે પ્રાંતિજ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.આર. પઢેરીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતી.
દરમિયાન, આર્મ પો.કો. સરદારસિંહ દીપસિંહ અને આર્મ પો.કો. સંદીપકુમાર ઈશ્વરભાઈને સંયુક્ત રીતે મળેલી ખાનગી બાતમીના આધારે માવાની મુવાડી ગામે દરોડો પાડવામાં આવ્યો હતો. બાતમી આધારે માવાની મુવાડી ગામના (૧) ગોપાલસિંહ નંદુસિંહ ઝાલા, (૨) કરણસિંહ રમણસિંહ ઝાલા અને (૩) વિશાલસિંહ શૈલેષસિંહ મકવાણા પોતાના ખેતરમાં તથા નજીકના નદીના વાંધા-કોતરોમાં ગેરકાયદેસર દેશી દારૂ ગાળતા હોવાનું સામે આવ્યું હતું.
પોલીસે ઘટનાસ્થળે દરોડો પાડીને વગર પાસ-પરમિટે:
-
૧૨ પ્લાસ્ટિકના મોટા ટાંકાઓમાંથી ૫૦૦ લીટર લેખે કુલ ૬,૦૦૦ લીટર દેશી દારૂ ગાળવાનો વોશ (કિંમત રૂ. ૧,૫૦,૦૦૦/-)
-
૬ પ્લાસ્ટિકના કેરબામાંથી ૨૧૦ લીટર તૈયાર દેશી દારૂ (કિંમત રૂ. ૪૨,૦૦૦/-)
આમ, કુલ રૂ. ૧,૯૨,૦૦૦/- નો પ્રોહી મુદ્દામાલ જપ્ત કરી ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં કલમ ૬૫(એ)(ઈ)(એફ) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ કામગીરીમાં પી.આઈ. શ્રી ડી.આર. પઢેરીયા, પીએસઆઈ શ્રી એન.સી. ગોહિલ, એએસઆઈ જયેન્દ્રસિંહ, એએસઆઈ દીપકસિંહ, અ.હે.કો. ભરતભાઈ, પો.કો. સરદારસિંહ, હર્ષપાલસિંહ, સંદિપકુમાર, ગજેન્દ્રસિંહ અને પંકજકુમાર સહિતના પોલીસ કર્મચારીઓ જોડાયા હતા.




