હિમતનગર

હિંમતનગરમાં ‘માં નો માંડવો 2026’માં ખેલૈયાઓની ભારે ધૂમ: બીજા દિવસે ગરબાગાયિકા માનસી કુંપાવતના તાલે ખેલૈયાઓ મન મૂકીને ઝૂમ્યા

સાબરકાંઠા જિલ્લાના મુખ્યાલય હિંમતનગરમાં આસો નવરાત્રી પર્વની ભવ્ય અને રંગેચંગે ઉજવણી થઈ રહી છે. ગઢોડા રોડ પર આવેલા સુપ્રસિદ્ધ હીર પાર્ટી પ્લોટ ખાતે આયોજિત ‘માં નો માંડવો 2026’ પ્રીમિયર નવરાત્રી મહોત્સવમાં બીજા નોરતે ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ અને રોમાંચ જોવા મળ્યો હતો.

નવરાત્રીના બીજા દિવસે રંગબેરંગી ચણિયાચોળી અને કેડિયા-ધોતી જેવા પરંપરાગત પોશાકમાં સજ્જ થઈને મોટી સંખ્યામાં યુવક-યુવતીઓ ગરબે ઘૂમવા ઉમટી પડ્યા હતા. જાણીતા ગરબાગાયિકા માનસી કુંપાવતના તાલબદ્ધ સૂર અને સંગીતના ત્રિવેણી સંગમે આખી સાંજને ભક્તિમય અને ઉત્સાહસભર બનાવી દીધી હતી. તેમના પ્રાચીન અને અર્વાચીન ગરબાના તાલે ખેલૈયાઓએ મન મૂકીને ગરબાની રમઝટ બોલાવી હતી.

આ ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન ‘ફિનિશ ચેરિટી ટેબલ ટ્રસ્ટ’ અને ‘માં નો માંડવો’ ની ટીમ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે. ગરબા ગ્રાઉન્ડમાં મા અંબાની ભક્તિ, પરંપરાગત સંસ્કૃતિ અને ખેલૈયાઓના અદભુત ઉત્સાહનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. રમઝટ માણવા માટે માત્ર ખેલૈયાઓ જ નહીં પરંતુ મોટી સંખ્યામાં દર્શકો પણ મા અંબાના રાસ-ગરબા જોવા ઉમટી પડ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!