તલોદ

તલોદ પોલીસે નાસતા-ફરતા સજા વોરંટના આરોપીને ઝડપી પાડ્યો: હિંમતનગર જેલહવાલે કરાયો

સાબરકાંઠા જિલ્લામાં નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ સુપરિન્ટેન્ડન્ટ અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલ સૂચનાના આધારે તલોદ પોલીસ સ્ટેશનની ટીમે સફળ કામગીરી કરીને ૧ વર્ષની સજા પડેલ નાસતા-ફરતા આરોપીને ઝડપી લીધો છે.

મળતી માહિતી મુજબ, ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેંદ્રસિંહ યાદવ (IPS), સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડો. પાર્થરાજસિંહ ગોહીલ (IPS) તથા હિંમતનગર વિભાગના વિભાગીય પોલીસ અધિકારી શ્રી એ. કે. પટેલના માર્ગદર્શન હેઠળ તલોદ પોલીસ ઇન્સ્પેક્ટર સી. જી. રાઠોડની સૂચનાથી મોહનપુર આઉટ પોસ્ટ (O.P.) ની ટીમ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી.

પેટ્રોલીંગ દરમિયાન અનઆર્મ્ડ હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રકુમાર અંબાલાલને ખાનગી રાહે બાતમી મળી હતી કે, છઠ્ઠા એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટ, હિંમતનગરના નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ ૧૩૮ હેઠળના ક્રિમીનલ કેસ નં. ૭૩૫૫/૨૦૨૩, ૭૩૫૬/૨૦૨૩ અને ૭૩૫૭/૨૦૨૩ માં ૧ વર્ષની સજા પામેલ આરોપી વિપુલકુમાર ભીખુસિંહ રાઠોડ (રહે. મોહનપુર, તા. તલોદ) પોતાના ઘરે આવેલ છે.

બાતમીના આધારે મોહનપુર ઓ.પી.ની ટીમે તુરંત સરનામે રેડ કરી આરોપી વિપુલકુમાર રાઠોડને ઝડપી લીધો હતો. જરૂરી કાયદાકીય કાર્યવાહી પૂર્ણ કરી આરોપીને જિલ્લા જેલ હિંમતનગર ખાતે મોકલી આપવામાં આવ્યો છે.

કામગીરી કરનાર પોલીસ ટીમ: આ કામગીરીમાં તલોદ પોલીસ ઇન્સ્પેક્ટર સી. જી. રાઠોડ, પીએસઆઈ કે. વી. વહોનીયા, અ.હે.કોન્સ. ઉપેન્દ્રકુમાર અંબાલાલ, અ.પો.કોન્સ. તુષારસિંહ ભવાનસિંહ તથા અ.પો.કોન્સ. મનુભાઈ ઓધારભાઇ જોડવામાં આવ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!