કચ્છ

દયાપરમાં જીવદયા મિત્ર મંડળ દ્વારા પદયાત્રી સેવા કેમ્પનો પ્રારંભ: સતત 24 વર્ષની સફળ સેવા બાદ 25મા વર્ષમાં મંગલ પ્રવેશ

દયાપર ખાતે આવેલ ‘જીવદયા મિત્ર મંડળ’ દ્વારા માનવસેવાના ઉત્તમ ઉદાહરણરૂપે પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. મંડળ દ્વારા છેલ્લા 24 વર્ષથી નિરંતર પદયાત્રીઓની સેવા માટે આ કેમ્પ યોજવામાં આવે છે અને આ વર્ષે કેમ્પે પોતાના યશસ્વી 25મા વર્ષમાં પ્રવેશ કર્યો છે.

જીવદયા મિત્ર મંડળના પ્રમુખ શ્રી પુનીતભાઈ ગોસ્વામીએ પત્રકાર સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, દાનવીરો અને ઉદારમના દાતાઓના આર્થિક તેમજ નૈતિક સહયોગથી આ સેવા કેમ્પનું આયોજન સતત સફળતાપૂર્વક થઈ રહ્યું છે. આ વર્ષે મંડળ પોતાના 25મા રજત જયંતી વર્ષમાં પ્રવેશ કરી રહ્યું હોવાથી મંડળના સભ્યોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

કેમ્પ દરમિયાન પદયાત્રીઓ માટે ચા-નાસ્તો, ઠંડા પાણી, ફળફળાદિ તેમજ આરામ માટેની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવે છે. પદયાત્રીઓની સુવિધા અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને સેવાભાવી કાર્યકરો દિવસ-રાત જોયા વગર ખડેપગે સેવા બજાવી રહ્યા છે.

આ સેવા કેમ્પને સફળ બનાવવા માટે જીવદયા મિત્ર મંડળના હોદ્દેદારો તથા તમામ કાર્યકરો ભારે જહમત ઉઠાવી રહ્યા છે.

(તસ્વીર : દર્શન સોની, દયાપર)

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!