અરવલ્લી

ભારત સ્કાઉટ ગાઈડ સંઘ સાબરકાંઠા -અરવલ્લી દ્વારા ઈડરગઢ ના ડુંગરો ઉપર પર્વતારોહણ અને રેપલિંગ કરવામાં આવ્યું

400 સ્કાઉટસ-ગાઈડસે ભાગ લીધો

​સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના બાળકોમાં સાહસિક વૃત્તિ અને કુદરત પ્રત્યે લગાવ વધે તેવા ઉમદા હેતુ સાથે સ્કાઉટ ગાઈડ સંઘ સાબરકાંઠા સંઘ દ્વારા ઈડરિયા ગઢ ખાતે પર્વતારોહણ (Treking) અને રેપલિંગ કાર્યક્રમનું શાનદાર આયોજન ભારત સ્કાઉટ ગાઈડના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ચીફ કમિશ્નર અતુલભાઈ દીક્ષિતના આગેવાની હેઠળ કરવામાં આવ્યું હતુ.​ વહેલી સવારે સ્કાઉટ ગાઈડના બાળકો દ્વારા પ્રાર્થના અને ધ્વજ વંદન સાથે ટ્રેકિંગનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ઈડરિયા ગઢની પહાડી રસ્તાઓ પર ચઢાણ દરમિયાન વિદ્યાર્થીઓ ટીમવર્ક અને આત્મવિશ્વાસના પાઠ શીખ્યા હતા. પર્વતારોહણની સાથે ‘પ્લાસ્ટિક મુક્ત પર્વત’ અભિયાન અંતર્ગત શિક્ષકોએ બાળકોને પર્યાવરણ સુરક્ષાનો સંદેશ આપ્યો હતો.કેમ્પ દરમિયાન વિવિધ ઉપયોગી અને રસપ્રદ પ્રવૃત્તિઓ યોજાઈ હતી. જેમાં વહેલી સવારથી ટ્રેકિંગની શરૂઆત કરવામાં આવી. માર્ગ દરમિયાન પ્રકૃતિનો પરિચય, દિશા ઓળખ, પગલાંના નિશાન ઓળખવા, નકશો વાંચવાની તાલીમ આપવામાં આવી. ઉપરાંત જૂથમાં કામ કરવાની ભાવના વિકસે તે માટે ટીમ પ્રવૃત્તિઓ યોજાઈ.આ ટ્રેકિંગ કેમ્પ દ્વારા આત્મવિશ્વાસ, સહનશીલતા અને નેતૃત્વના ગુણો શીખવવામાં આવ્યા. મુશ્કેલ પરિસ્થિતિમાં ધીરજ રાખવી અને સાથીઓને મદદ કરવી એ મહત્વનું પાઠ રહ્યો. પ્રકૃતિનું સંરક્ષણ કરવાની સમજ પણ વિકસી.​આ કાર્યક્રમમાં જોડાયેલા તમામ વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સ્કાઉટ લીડર્સ અને ટ્રેનર શ્રી હિરેન પંચાલના માર્ગદર્શન હેઠળ સુરક્ષાના તમામ નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું.    શીતલ ઠાકર,ગાંધીનગર

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!