ઇડરમાં 3 કિલો ગાંજો સાથે ત્રણ શંકાસ્પદ યુવકો ઝડપાયા, ₹1.50 લાખનો મુદ્દામાલ જપ્ત.

ઇડર શહેરના રાણી તળાવ સામે આવેલ ખુલ્લી જગ્યા માંથી પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે થેલો લઈને શંકાસ્પદ રીતે ફરી રહેલા ત્રણ યુવકોને અટકાવી તપાસ કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન આરોપીઓ પાસે થી આશરે 3કિલો જેટલો ગાંજો મળી આવ્યો હતો, જેની અંદાજિત કિંમત રૂ. 1.50 લાખ જેટલી હોવાનું જાણવા મળ્યું છે. ઇડર પોલીસે સ્થળ પર પંચનામું કરી નશીલા પદાર્થો જપ્ત કર્યા હતા.
પકડાયેલા આરોપીઓમાં બે રાજસ્થાનના અને એક માણસા હોવાનું ખુલ્યું છે. પોલીસે ત્રણેય આરોપીઓને કસ્ટડીમાં લઈ એન.ડી.પી.એસ. એક્ટ અંતર્ગત કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
આ કાર્યવાહીથી ઇડર શહેરમાં નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સામે પોલીસની સતર્કતા ફરી એકવાર સાબિત થઈ છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી કે ગાંજો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેનો સપ્લાય ક્યાં કરવાનો હતો. શીતલ ઠાકર,ગાધીનગર




