સાબરકાંઠા પોલીસ બેડામાં મોટાપાયે ફેરબદલ: ૧૪ પીઆઈ અને પીએસઆઈની આંતરિક બદલી

સાબરકાંઠા જિલ્લાના પોલીસતંત્રમાં વહીવટી કાર્યક્ષમતા વધારવાના હેતુથી મોટો ફેરબદલ કરવામાં આવ્યો છે. જિલ્લા પોલીસવડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા બુધવારે જાહેર હિતને ધ્યાનમાં રાખીને જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનો તથા વિભાગોમાં ફરજ બજાવતા ૭ પોલીસ ઈન્સ્પેક્ટર (PI) અને ૭ પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI) મળી કુલ ૧૪ અધિકારીઓની આંતરિક બદલીના આદેશો જારી કરાયા છે.
કયા PI ની ક્યાં બદલી થઈ?
-
ડી.એન. વસાવા: હિંમતનગર બી-ડિવિઝન PI થી સાયબર ક્રાઈમ
-
એચ.પી. ઝાલા: સાયબર ક્રાઈમ PI થી લીવ રિઝર્વ
-
જે.એલ. વાળા: લીવ રિઝર્વ (એટેચ સાયબર ક્રાઈમ) થી એનટી નાર્કોટિક્સ વિંગ
-
વી.એમ. ચૌધરી: હિંમતનગર ગ્રામ્ય PI (મહિલા પોલીસ સ્ટેશનનો વધારાનો ચાર્જ સોંપાયો)
-
એસ.બી. ચૌધરી: મહિલા પોલીસ સ્ટેશન PI થી AHTU (એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ)
-
ડી.વી. હડાત: ખેડબ્રહ્મા PI થી ચિઠોડા પોલીસ સ્ટેશન
-
ડી.એન. સાધુ: પોશીના PI થી ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન
પીએસઆઈ કક્ષાએ કરાયેલા ફેરફાર અને ચાર્જ
-
આર.એલ. દેસાઈ (ચિઠોડા PSI): વિજયનગરના ઈન્ચાર્જ PI તરીકે ચાર્જ સોંપાયો.
-
બી.ડી. રાઠોડ (વિજયનગર ઈન્ચાર્જ PI): હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં PI નો ચાર્જ.
-
એ.વી. જોષી (જિલ્લા ટ્રાફિક PSI): હિંમતનગર બી-ડિવિઝનના ઈન્ચાર્જ PI તરીકે બદલી.
-
એન.બી. વાઘેલા (સિટી ટ્રાફિક PSI): પોશીનાના ઈન્ચાર્જ PI તરીકે જવાબદારી સોંપાઈ.
-
એ.પી. માળી: બી-ડિવિઝન PSI થી જિલ્લા ટ્રાફિક
-
ડી.એમ. ઝાલા: મધ્યપ્રદેશ પેટર્ન હિંમતનગર થી સિટી ટ્રાફિક PSI
-
કે.સી. બ્રહ્મભટ્ટ: હિંમતનગર ગ્રામ્ય PSI થી હિંમતનગર બી-ડિવિઝન D-સ્ટાફ




