હિમતનગર

ગામડી હાઈવે પરથી ગુજરાત તથા રાજસ્થાનમાંથી સ્પોર્ટ્સ બાઈકો ની ચોરી કરતા “શાતીર ૦૦૭” ગેંગના મુખ્ય સૂત્રધાર સાથે ચાર ઝડપાયા.

એલસીબીએ પુછપરછને અંતે રૂા. ૬.૬૦ લાખના ૧૦ ચોરાયેલા બાઈક કબજે લીધા

જીજ્ઞેશ સોની હિંમતનગર
સાબરકાંઠા જિલ્લાના ગાંભોઈ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ગામડીની સીમમાંથી બે દિવસ અગાઉ પસાર થતો એક શખ્સ રાજસ્થાન તરફથી આવી રહેલ અને ઈડર પોલીસ સ્ટેશનની હદમાંથી બાઈક ચોરી કરી હતી તે બાઈક લઈ આવી રહ્યો હોવાની બાતમીને આધારે સાબરકાંઠા એલસીબીએ વોચ ગોઠવીને પેટ્રોલીંગ દરમ્યાન બાતમી મુજબ પાંચ શખ્સોને બે બાઈક સાથે ઝડપી લીધા હતા. ત્યારબાદ પોલીસે તેની કડક પુછપરછ કરતા તે તથા તેની ગેંગના અન્ય સાગરીતોએ એક વર્ષ સુધીમાં ગુજરાત અને રાજસ્થાનમાંથી રૂા. ૬.૬૦ લાખના ૧૦ બાઈકની ચોરી કર્યાની કબૂલાત કર્યા બાદ પોલીસે તેઓને સાથે રાખી ચોરાયેલા બાઈકોનો કબજો લઈ વધુ તપાસ માટે ગાંભોઈ પોલીસને હવાલે કરાયા હતા.
આ અંગે જિલ્લા પોલીસવડા ડો. પાર્થરાજસિંહ ગોહિલની સૂચનાથી એલસીબીના પી.આઈ ડી.સી.સાકરીયા, પી.એસ.આઈ એસ.જે.ચાવડા, આર.જે.જાડેજા આર.કે જોશી અને તેમની ટીમ બે દિવસ અગાઉ ગાંભોઈ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ પેટ્રોલીંગમાં હતી ત્યારે એવી બાતમી મળી હતી કે રાજસ્થાનનો એક શખ્સ કે જેણે ઈડર પોલીસ સ્ટેશનની હદમાંથી ચોરેલી બાઈક લઈ અન્ય ચાર ઈસમો સાથે વધુ બાઈકોની ચોરી કરવા માટે હિંમતનગર તરફ આવી રહ્યો છે. જે આધારે એલસીબીએ વોચ ગોઠવીને બાતમી મુજબ બે બાઈક પર આવી રહેલા પાંચ જણાને અટકાવી બાઈકના દસ્તાવેજી પુરાવા રજૂ કરવા જણાવ્યું હતુ. પરંતુ તેમણે કોઈ આધાર પુરાવા રજૂ ન કરતા પોલીસે મુખ્ય સૂત્રધાર સહિત અન્ય ચાર જણાની પુછપરછ કર્યા બાદ તેમણે આ બાઈકોની ચોરી રાજસ્થાન અને ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.
ત્યારબાદ એલસીબીએ જે પકડાયેલા પાંચ જણાને સાથે રાખી તેમણે વિવિધ સ્થળે રાખેલા બાઈકોનો કબજો લઈ લીધો હતો. જેમાં પકડાયેલા આ બાઈકો છેલ્લા એક વર્ષ દરમ્યાન ઈડર, હિંમતનગર એ.ડીવીઝન, ગોધરા, અરવલ્લીના ભિલોડા, દહેગામના ડભોડા, અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનની હદમાંથી તથા ઉદેપુર બસસ્ટેન્ડ વિસ્તારમાંથી બે બાઈકની ચોરી કર્યાની કબૂલાત કર્યા બાદ એલસીબીએ ચોરાયેલા અંદાજે રૂા. ૬.૬૦ લાખના ૧૧ બાઈકને રીકવર કરી પકડાયેલા પાંચેય વિરૂધ્ધ વધુ તપાસ અર્થે ગાંભોઈ પોલીસને હવાલે કરાયા હતા.

પકડાયેલી ગેંગ ગુજરાત અને રાજસ્થાનમાંથી બાઈકોની ચોરી કરતી હતી

એલસીબીએ પકડેલ આરોપીઓ

– રાકેશ ઉર્ફેે શાતીર ધનજી ઉર્ફેે ધનરાજ ખરાડી(મીણા) મુખ્ય સૂત્રધાર (રહે.ચનાદિર ગોડ, ફલાતા જી.ઉદેપુર)
– અનિલ પ્રભુલાલ મંગળાજી કટારા(મીણા) (રહે.જાલર દેવી, નટારા ખડકી, તા.સરાડા જી.સલુમ્બર)
– અજીત પ્રકાશજી ધુળાજી અહારી(મીણા) (રહે.બીલખ સોમાતિ ફલા તા.રૂષભદેવ, જી.સલુમ્બર)
– ગણેશ બાબુલાલ છગનલાલ કટારા (મીણા) (રહે.નટારા ખેડકી તા.સરાડા જી.સલુમ્બર)
– સુરેશ મંગળાજી ભોગાજી ખરાડી (મીણા) (રહે.ચણાવદા ભેરૂફળા તા.ગીરવા જી.ઉદેપુર)

પકડવાના બાકી આરોપીઓ

– લાલુરામ ઉર્ફેે લલીત રમેશભાઇ ખરાડી, (રહે.સ્વરૂપલાલ ખેડીયા ફળી, તા.ઉદેપુર)
– જયંતિ ઉર્ફેે જીતુ ખરાડી (રહે.ચણાવદા, તા.ગીરવા જી.ઉદેપુર)
– શિવારામ ડામોર (રહે.શરૂપાલ ઉદેપુર)
– રણજીત ખરાડી (રહે.પીપલી બી, તા.ઋષભદેવ, જી.ઉદેપુર)

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!