હિમતનગર

હિંમતનગર શહેરમાં કરુણા એમ્બ્યુલન્સ દ્રારા ગાયનો બચાવ

ભારતસિંહ રાઠોડ સાબરકાંઠા

સ્વામીનારાયણ મંદિર પાસે બગીચા વિસ્તારમાં એક ગાયને પ્રસૂતિ ન થતી હોય બિનવારસી ગાય ગંભીર પીડામાં હતી.તે જોતા એક જીવદયા પ્રેમી જયદીપભાઈ દ્વારા 1962 માં ગાયની સારવાર અંગે ફરિયાદ નોંધાતા જાણીતા ખ્યાતનામ પશુચિકિત્સક ડો. કૃણાલ પરમાર અને તેમના સહયોગી ડ્રાઇવર-કમ-ડ્રેસર વિરેન્દ્રસિંહ અને જીવદયા પ્રેમી દીપ દેસાઈ સાથે મળીને આશરે બે કલાક સુધી મહેનત કરી પેટમાં મરી ગયેલા બચ્ચાને બહાર કાઢી ગાયનો જીવ બચાવી લીધો હતો.અહી ખાસ ઉલ્લેખનીય છે કે આ સેવા ‘1962 કરુણા એમ્બ્યુલન્સ હિંમતનગર શહેરમાં સેવા હેઠળ પુરી પાડવામાં આવી છે. સરકારશ્રીનો ખૂબ આભાર માનીએ છીએ, કે જેમની મદદથી આ સેવા અનેક શહેર સુધી પહોંચી છે અને એના કારણે આવા ગંભીર કેસોમાં પણ ગાયોના જીવ બચાવી શકાય છે.આ સફળ ઓપરેશન દ્વારા ડો કૃણાલ અને વિરેન્દ્રસિંહ ને હાજર લોકો તરફથી પ્રશંસા મળી છે અને સ્થાનિક લોકોએ પણ દિલથી ડૉ સાહેબ આભાર માન્યો હતો અને રાહતનો શ્વાસ લીધો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!