હિંમતનગરની ધારેશ્વર સોસાયટીમાં રહેતા વેપારી પાસેથી બનાવટી ચા અને બીડી, સીગારેટનો જથ્થો પકડાયો.
એસઓજીએ રૂા. ર.૪૧ લાખના મુદ્દામાલ સાથે એકને ઝડપી લીધો

જીજ્ઞેશ સોની હિંમતનગર
હિંમતનગર એ.ડીવીઝન પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ગાયત્રી મંદિર રોડ પરની ધારેશ્વર સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા એક વેપારી પાસેથી સાબરકાંઠા એસઓજીએ બાતમીને આધારે સ્થળ તપાસ કરી આ વેપારી પાસેથી બનાવટી ચા અને બીડી, સીગારેટ મળી અંદાજે રૂા. ર.૪૧ લાખથી વધુનો મુદ્દામાલ કબજે લઈ પકડાયેલા વેપારી વિરૂધ્ધ હિંમતનગર એ.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ નોંધ કરાવાઈ હતી.આ અંગે એસઓજીના પી.આઈ.ડી.સી પરમાર, પી.એસ.આઈ પી.એમ.ઝાલા તથા સ્ટાફના જણાવાયા મુજબ તેમને એવી બાતમી મળી હતી કે, ગાયત્રી મંદિર રોડ પર આવેલ ધારેશ્વર સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા અજીત કિરીટભાઈ શાહ વેપારી હોવાના નાતે વિવિધ કંપનીની ચાની બનાવટ કરી ડુપ્લીકેટ બનાવ્યા બાદ તેઓ બજારમાં વેચાણ કરતાં હોવાથી શનિવારે એસઓજીએ સ્થળ તપાસ કરીને બનાવટી ચા તથા બીડી,સિગારેટ મળી અંદાજે રૂા.ર.૪૧ લાખનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો અને એસઓજીએ અજીત કિરીટભાઈ શાહ વિરૂધ્ધ તરત જ હિંમતનગર એ.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ નોંધ કરાવી હતી.




