રાજકોટ શહેરના સી.જી.એસ.ટી ના વર્ગ-૨ અધિકારી રંગે હાથ એ.સી.બી.ટ્રેપમાં ઝડપાયો

શીતલ ઠાકર,ગાંધીનગર
રાજકોટ શહેરના સી.જી.એસ.ટી ના વર્ગ-૨ અધિકારી રંગે હાથ એ.સી.બી.ટ્રેપમાં ઝડપાયો
બનાવની વિગત એવી છે કે આ કામના ફરિયાદી એ તેમના ભાગીદાર સાથે BIXPORT એક્સપોર્ટ ઈમ્પોર્ટ નામની કંપની ખોલી હતી. જે કંપનીના વેરિફિકેશન માટે આક્ષેપિત કંપનીના સરનામા પર ગયેલ. જે અંગે ફાઇનલ રિપોર્ટ આપવા માટે આક્ષેપીતે આ કામના ફરિયાદી પાસે રૂપિયા ૫૦૦૦/- ની તા.૦૮/૦૨/૨૦૨૬ ના રોજ માંગણી કરેલ. જે રૂ.૫,૦૦૦/- આક્ષેપિતને આજરોજ તા.૦૯/૦૨/૨૦૨૬ના રોજ આપવાનું કહેલ હોય પરંતુ ફરીયાદીશ્રી લાંચની રકમ આપવા માંગતા ન હોય જેથી ફરીયાદીએ રાજકોટ એ.સી.બી. સંપર્ક કરી ફરીયાદ આપતા આજરોજ લાંચનું છટકુ ગોઠવતા લાંચના છટકા દરમ્યાન આરોપી ધર્મેન્દ્ર સરયુપ્રસાદ યાદવ એ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી પંચ-૧ ની હાજરીમાં લાંચની રકમ રૂા.૫,૦૦૦/- લાંચના છટકા દરમ્યાન સ્વીકારી સ્થળ ઉપર પકડાય જઇ ગુનો કર્યા હતો. આ સફળ ટ્રેપ કરનાર શ્રી આર.આર.સોલંકી, પોલીસ ઇન્સ્પેક્ટર,એ.સી.બી. પો.સ્ટે, રાજકોટ શહેર ને સુપરવિઝન અધિકારી શ્રી જે.ડી.મેવાડા,મદદનીશ નિયામક, એ.સી.બી., રાજકોટ એકમ, રાજકોટ.ને ઇન્ચાર્જ અધિકારી: શ્રી બલદેવસિંહ વાઘેલા, નાયબ નિયામક, એ.સી.બી., રાજકોટના માર્ગદર્શન હેઠળ આ સફળ ટ્રેપ નું આયોજન કરવામાં આવેલ હતું.




