સાબરકાંઠા સાયબર ક્રાઇમ પોલીસને મોટી સફળતા: રૂ. ૫.૦૪ કરોડના સાયબર ફ્રોડનો ગુનો શોધી રાજસ્થાનથી આરોપી ઝડપાયો

સાબરકાંઠા જિલ્લામાં ઓનલાઇન ચીટીંગ, ડેબિટ/ક્રેડિટ કાર્ડ, યુ.પી.આઇ. ફ્રોડ અને મ્યુલ બેંક એકાઉન્ટના વધતા જતા ગુનાઓ અટકાવવા તથા સાયબર ગુનેગારોને પકડી પાડવા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ગાંધીનગર વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ તથા સાબરકાંઠા પોલીસ અધિક્ષકશ્રી ડૉ. પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ ‘ઓપરેશન મૂલ હન્ટ’ અંતર્ગત સાબરકાંઠા સાયબર ક્રાઇમ પોલીસે મોટી સફળતા મેળવી છે.
હિંમતનગર વિભાગના પો.અધિ.શ્રી એ.કે. પટેલના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પો.સ્ટે.ના પો.ઇન્સ. શ્રી એચ.પી. ઝાલા તથા સે.પો.ઇન્સ. શ્રી એલ.જે. વાળાની ટીમે ગત તા. ૩૦/૦૬/૨૦૨૬ ના રોજ નોંધાયેલ રૂ. ૫.૦૪ કરોડથી વધુના સાયબર ફ્રોડનો ભેદ ઉકેલી નાખ્યો છે.
આરોપીઓ આર્થિક લાભ મેળવવા માટે અલગ-અલગ બેંકોમાં ખાતા ખોલાવતા હતા અને એકાઉન્ટ હોલ્ડરો પાસેથી બેંક ખાતાની વિગતો, ATM કાર્ડ અને સીમકાર્ડ મેળવી લેતા હતા. આ વિગતો સાયબર સિન્ડિકેટના સભ્યોને પૂરી પાડી દેશભરના નાગરિકો સાથે ઓનલાઇન સોશિયલ મીડિયાના માધ્યમથી સાયબર ફ્રોડ આચરવામાં આવતું હતું.
-
NCCRP પોર્ટલ પર નોંધાયેલા ભોગ બનનાર: ૭૩ નાગરિકો
-
કુલ સાયબર ફ્રોડ રકમ: રૂ. ૫,૦૪,૩૬,૨૯૬/-
-
આ ખાતાઓમાં જમા થયેલ રકમ: રૂ. ૩૧,૯૯,૪૩૦/-
🚨 રાજસ્થાન ખાતેથી આરોપીની ધરપકડ
સાબરકાંઠા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમે ટેક્નિકલ એનાલિસિસના આધારે તપાસ લંબાવીને રાજસ્થાન ખાતે રેડ પાડી હતી. જ્યાંથી વિષ્ણુ રૂપલાલ ડબગર (રહે. રામગઢ રોડ, આસપુર, તા. આસપુર, જી. ડુંગરપુર, રાજસ્થાન) ને ટ્રેસ કરી ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી પાસેથી અન્ય બેંકોની ૧૨ કિટો મળી આવી છે.
👮♂️ સફળ કામગીરી કરનાર પોલીસ ટીમ
શ્રી એચ.પી. ઝાલા (પોલીસ ઇન્સ્પેક્ટર)શ્રી એલ.જે. વાળા (સે.પો.ઇન્સ.)અમિતભાઇ રામાભાઇ (અ.હે.કોન્સ. બ.નં. ૪૨)શુકલજીતસિંહ પ્રવિણસિંહ (અ.પો.કો. બ.નં. ૭૧૩)કિશનકુમાર શનાભાઇ (આ.પો.કો. બ.નં. ૧૧૦૩)




