હિમતનગર

સાબરકાંઠા જિલ્લા બાવીસ ગામ લેઉવા પાટીદાર સમાજનો 28 મો સમૂહ લગ્ન ઉત્સવ દબદબાભેર યોજાયો.

શીતલ ઠાકર,ગાંધીનગર

રણાસણ સમાજ વાડી ખાતે બાવીસ ગામ લેઉવા પાટીદાર સમાજનો 28 મો સમૂહ લગ્ન ઉત્સવ દબદબાભેર સંપન્ન થયો. જેમાં 26 નવયુગલ દંપતિઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. જેમાં આશીર્વાદ વચન દાતા પદે પ્રણામી સંપ્રદાયના શ્રીકૃષ્ણ મંદિર રામપુર કુવાયડાના નીજુબેન ધર્મ પ્રચારિકા ઉપસ્થિત રહ્યા હતા. અને નવદંપત્તિઓને ભાવી ઉજ્જવલ જીવનના આશીર્વાદ પાઠવ્યા હતા. આ પ્રસંગે સાબરકાંઠા જિલ્લા પ્રમુખ ભારતીબેન પટેલ, મહેન્દ્રભાઈ જે. પટેલ, સંજયભાઈ પટેલ, (પ્રમુખશ્રી એ.પી.એમ.સી. તલોદ)
પ્રવીણભાઈ જી. પટેલ, ગણપતલાલ પટેલ , પ્રવીણભાઈ દાજીભાઈ પટેલ, કે. કે. પટેલ તેમજ અન્ય મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.સ્વાગત પ્રવચનમાં સમાજના પ્રમુખ, શિક્ષણવિદ ડો. ડી.એલ પટેલે મહેમાનોને આવકારી જણાવ્યું કે સમાજે અનેકવિધ ક્ષેત્રે ઉપલબ્ધિયો હાસલ કરી છે. એમાં ઉમેરણ રૂપ ખોટા ખર્ચા અને દેખાદેખી થી દુર રહી શિક્ષણ થકી એક આગવી ઓળખ ઊભી કરવા ઉપર હાકલ કરી હતી. આ સમૂહ લગ્ન ઉત્સવમાં ભોજનદાતા પદે હડમતીયા લેઉંવા પાટીદાર સમાજે પોતાની દાતારીનો પરિચય કરાવ્યો હતો. આ સાથે પાનેતરના દાતા તેમજ અનેક વસ્તુ ભેટના દાતાઓએ મન મૂકીને સમાજ પ્રત્યે પોતાની દાતારીની સરવાની વહાવી હતી. જેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આવનારા વર્ષોના દાતાઓની પણ સુંદર નોંધ લેવામાં આવી હતી .કાર્યક્રમનું સંચાલન પ્રો. ડો.અરવિંદ એસ .પટેલ અને આભાર વિધિ રમેશભાઈ વિઠ્ઠલભાઈ પટેલ મંત્રીશ્રી એ કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે મહેન્દ્રભાઈ ડી. પટેલ, પ્રકાશકુમાર પટેલ, જયદીપભાઇ પટેલ, કનુભાઈ પટેલ, તેમજ સમાજના સૌ આગેવાનો અમે યુવાઓએ સુંદર સહકાર પૂરો પાડ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!