હિંમતનગર નજીકથી રીટ્ઝ ગાડીમાંથી ₹૩.૬૭ લાખનો વિદેશી દારૂ ઝડપાયો: સાબરકાંઠા LCB ની સફળ કામગીરી

સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ની ટીમે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની હેરાફેરી કરતી એક મારૂતી સુઝુકી રીટ્ઝ ગાડી ઝડપી પાડી છે. પોલીસે ગાડીમાંથી વિદેશી દારૂ તથા બીયરની ૨૩ પેટીઓ (કુલ ૮૧૬ બોટલ/ટીન) સહિત રૂ. ૩,૬૭,૦૧૮/- નો મુદ્દામાલ જપ્ત કરી એક આરોપીની અટકાયત કરી છે.
નાકાબંધી તોડીને ભાગવાનો પ્રયાસ નિષ્ફળ
ભાદરવી પૂનમ પદયાત્રા અન્વયે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા અને દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિ નાબૂદ કરવા માટે આપેલ ડ્રાઇવ અંતર્ગત એલ.સી.બી. ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ નિરીલકુમારને ચોક્કસ બાતમી મળી હતી કે એક સફેદ રંગની રીટ્ઝ ગાડી (GJ-27-BL-6048) વિદેશી દારૂ ભરીને હિંમતનગરથી વિજાપુર તરફ જઇ રહી છે.
બાતમીના આધારે પોલીસે હિંમતનગર આર.ટી.ઓ. સર્કલ હાઇવે રોડ પર વોચ ગોઠવી હતી. શંકાસ્પદ ગાડી આવતા પોલીસે તેને રોકવાનો ઇશારો કર્યો હતો, પરંતુ ચાલકે નાકાબંધી તોડીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. ભાગતી વખતે ગાડીનું ટાયર ફાટી જતાં પોલીસે ગાડી ચાલકની ધરપકડ કરી લીધી હતી.
પકડાયેલ આરોપી અને જપ્ત કરાયેલ મુદ્દામાલ
-
પકડાયેલ આરોપી: અમીતકુમાર લક્ષ્મણભાઇ તેજાભાઇ અસોડા (રહે. ઝાંઝરી, તા. નયાંગાવ, જી. ઉદેપુર, રાજસ્થાન).
-
જપ્ત મુદ્દામાલ:
-
વિદેશી દારૂ/બીયર (૮૧૬ બોટલ/ટીન) – કિંમત રૂ. ૨,૫૭,૦૧૮/-
-
મારૂતી સુઝુકી રીટ્ઝ ગાડી (GJ-27-BL-6048) – કિંમત રૂ. ૧,૦૦,૦૦૦/-
-
મોબાઇલ ફોન (૧ નંગ) – કિંમત રૂ. ૧૦,૦૦૦/-
-
કુલ મુદ્દામાલ: રૂ. ૩,૬૭,૦૧૮/-
-
૩ આરોપીઓ વોન્ટેડ જાહેર
આ કેસમાં દારૂ ભરી આપનાર અને મંગાવનાર સહિત અન્ય ૩ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે: ૧. મયુર ઉર્ફે પોપટ અળખા કટારા (રહે. જેસીંગપુર, તા. ભીલોડા, જી. અરવલ્લી) ૨. દારૂ ભરી આપનાર (રહે. ઝાંઝરી ઠેકાણા, રાજસ્થાન) ૩. મહેશજી પ્રવીણજી ઠાકોર (રહે. સુંદરપુર, તા. વિજાપુર, જી. મહેસાણા)
પોલીસે આ મામલે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.




