અમદાવાદ

૨૦-૨૦ વર્લ્ડ કપની ફાઇનલ મેચ પૂર્વે સમગ્ર દેશમાં ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે

શીતલ ઠાકર,ગાધીનગર

અમદાવાદ ખાતે આવેલા વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વિશ્વ કપની ફાઇનલ મેચ રમાઈ રહી છે, જેના પગલે ગુજરાતભરમાં ક્રિકેટપ્રેમીઓમાં અનોખો ઉત્સાહ છલકાઈ રહ્યો છે.

ગુજરાતના શહેરો અને ગામોમાં સોસાયટીઓ, પાર્ટી પ્લોટો તેમજ જાહેર સ્થળોએ મોટા પ્રોજેક્ટર અને એલઇડી સ્ક્રીન લગાવી લોકો સામૂહિક રીતે મેચ જોવા માટે એકત્ર થઈ રહ્યા છે. ક્રિકેટપ્રેમીઓ મિત્રો અને પરિવાર સાથે ભેગા મળી મેચનો આનંદ માણી રહ્યા છે અને ભારતની જીત માટે ઉત્સાહપૂર્વક ચીયર કરી રહ્યા છે.

ઘણા સ્થળોએ મેચ જોવા સાથે જમણવાર અને વિશેષ કાર્યક્રમો પણ યોજાઈ રહ્યા છે, જેના કારણે ઉત્સવી માહોલ સર્જાયો છે. સોશિયલ મીડિયા પર પણ લોકો ભારતની જીત માટે શુભેચ્છા અને સમર્થન વ્યક્ત કરી રહ્યા છે.

આ ઉપરાંત કેટલાક લોકો દેશપ્રેમની ભાવના વ્યક્ત કરવા માટે મંદિરોમાં ધાર્મિક યજ્ઞ, પૂજા અને પ્રાર્થનાઓ પણ કરી રહ્યા છે. ભગવાનના નામે ભારતની જીત માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે.

ક્રિકેટપ્રેમીઓમાં એક જ આશા અને વિશ્વાસ જોવા મળી રહ્યો છે કે ભારત આજે વિશ્વ કપ જીતશે અને દેશને ગૌરવ અપાવશે. “દેશ પ્રથમ” અને “ભારત જીતે” તેવી લાગણી સાથે લોકો ઉત્સાહપૂર્વક મેચની રાહ જોઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!