સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લામાં આજે ઈદ-ઉલ-ફિત્ર નો ઉત્સવ, હિંમતનગર-ઈડર-ખેડબ્રહ્મામાં ખુશીના માહોલ

શીતલ ઠાકર,ગાંધીનગર

સાબરકાંઠા જિલ્લામાં આજે ઈદ-ઉલ-ફિત્ર નો પવિત્ર તહેવાર હર્ષોલ્લાસ સાથે ઉજવાઈ રહ્યો છે. રમઝાનના પવિત્ર મહિના પૂર્ણ થતાં મુસ્લિમ સમાજમાં ખુશીની લાગણી છવાઈ છે.

જિલ્લાના હિંમતનગર, ઈડર અને ખેડબ્રહ્મા સહિતના વિસ્તારોમાં મસ્જિદોમાં સવારે ઈદની ખાસ નમાઝ અદા કરવામાં આવી રહી છે. નમાઝ બાદ લોકો એકબીજાને “ઈદ મુબારક” કહી શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે અને ગળે મળી ખુશીઓ વહેંચી રહ્યા છે.

ઘરોમાં સેવૈયાં સહિત વિવિધ મીઠાઈઓ બનાવી તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. બાળકોમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને લોકો નવા કપડાં પહેરી તહેવારની ખુશી માણી રહ્યા છે.

ઈદને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર દ્વારા જિલ્લા ભરમાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને શાંતિપૂર્ણ ઉજવણી માટે નાગરિકોને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.

ઈદનો તહેવાર સમાજમાં ભાઈચારો, એકતા અને સૌહાર્દ વધારવાનો સંદેશ આપતો મહત્વનો તહેવાર છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!