ટોપ સ્ટોરીઝ

હિંમતનગર-અમદાવાદ નેશનલ હાઇવે પર ગમખ્વાર અકસ્માત, બે ટ્રક અથડાયા

શીતલ ઠાકર,ગાંધીનગર

હિંમતનગર-અમદાવાદ નેશનલ હાઇવે પર હાજીપુરા પાસે બે ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ ટ્રક ચાલકે સ્ટેરિંગ પર કાબૂ ગુમાવતા પાછળથી આવી રહેલી ટ્રક આગળની ટ્રકમાં ઘૂસી જતા ભયાનક ટક્કર થઈ હતી.

અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રકના કેબીનનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને ડ્રાઈવર કેબીનમાં ફસાઈ ગયો હતો. ઘટનાની જાણ થતા તાત્કાલિક ફાયર વિભાગને બોલાવવામાં આવ્યો હતો. ફાયર વિભાગ, પોલીસ તથા નેશનલ હાઈવે ઓથોરિટીનો કાફલો ઘટનાસ્થળે પહોંચી રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી.

સ્થળ પર મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા, જેના કારણે હાઈવે પર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. ફાયર ટીમે મહેનત બાદ ડ્રાઈવરને કેબીનમાંથી બહાર કાઢ્યો હતો. ઈજાગ્રસ્ત ડ્રાઈવરને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

અકસ્માત પગલે હાઈવે પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક વ્યવસ્થા સંભાળી હતી. બાદમાં બંને ટ્રકોને સાઈડમાં ખસેડી ટ્રાફિક હળવો કરવામાં આવ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!