વિકસિત ભારત-૨૦૪૭ના સંકલ્પ સાથે હિંમતનગર ખાતે “જન કલ્યાણ શિબિર”નું ભવ્ય આયોજન…


આજ રોજ દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી Narendra Modi જીના નેતૃત્વમાં સરકારના ૧૨ વર્ષના વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના કાર્યોના અનુસંધાને ડૉ. નલીનકાંત ગાંધી ટાઉન હોલ, હિંમતનગર ખાતે નગરપાલિકા દ્વારા “જન કલ્યાણ શિબિર”નું હિંમતનગરના ધારાસભ્ય શ્રી વિનેન્દ્રસિંહ ઝાલા સાહેબે દીપ પ્રાગટ્ય કરી શુભારંભ કરાવ્યો.
”વિકસિત ભારત-૨૦૪૭”ના ધ્યેયને સાકાર કરવા તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનહિતકારી યોજનાઓનો લાભ છેવાડાના નાગરિકો સુધી આંગળીના ટેરવે અને એક જ સ્થળેથી સરળતાથી પહોંચે તે હેતુથી આ સુંદર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત સૌ નાગરિકોને સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા તથા અન્યોને પણ આ યોજનાઓ પ્રત્યે જાગૃત કરવા અનુરોધ કર્યો હતો. શિબિર દરમિયાન લાભાર્થીઓને સ્થળ પર જ જરૂરી સેવાઓ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું, જે વિકસિત ભારતના નિર્માણમાં એક મહત્વપૂર્ણ કદમ સાબિત થશે.
આ પ્રસંગે જિલ્લા મહામંત્રીશ્રી બિપીનભાઈ ઓઝા, નગરપાલિકા પ્રમુખશ્રી અરુણાબેન કડિયા, ઉપપ્રમુખશ્રી ગોપાલસિંહ રાઠોડ, શહેર પ્રમુખશ્રી કુલદીપભાઈ પાઠક, મહામંત્રીશ્રી પરીક્ષિતભાઈ વખારિયા, પ્રકાશભાઈ વૈદ, ચીફ ઓફિસરશ્રી ગઢવી સાહેબ, નીલાબેન પટેલ, યતીનાબેન મોદી, નિર્મલાબેન પંચાલ, નગરપાલિકાના તમામ કોર્પોરેટરશ્રીઓ, વિવિધ સંગઠનના પદાધિકારીઓ, લાભાર્થીઓ તેમજ નગરપાલિકાની ટીમ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.




