ટોચના સમાચાર

સરહદી રાજસ્થાનમાંથી ચોરાયેલી બે બાઈક સાથે બાળક કિશોર ઝડપાયો, પોશીના પોલીસની સફળતા

સાબરકાંઠા જિલ્લાના પોશીના પોલીસ સ્ટેશનની ટીમે સરહદી રાજ્ય રાજસ્થાનમાં નોંધાયેલા બે બાઈક ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી કુલ રૂ. 45,000ની કિંમતની બે મોટરસાયકલો કબજે કરી કાયદાના સંઘર્ષમાં આવેલા એક બાળક કિશોરને ડિટેઈન કરવામાં સફળતા મેળવી છે.

જિલ્લા પોલીસ વડા ડો. પાર્થરાજસિંહ ગોહિલ (IPS) તથા ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ (IPS)ના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં બનતા મિલકત સંબંધિત ગુનાઓ શોધી કાઢવા અને અટકાવવા માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તે અંતર્ગત ખેડબ્રહ્મા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડો. કુલદીપકુમાર નાયીના માર્ગદર્શન હેઠળ પોશીના પોલીસ દ્વારા વાહન ચોરીના ગુનાઓની તપાસ હાથ ધરવામાં આવી હતી.

તપાસ દરમિયાન સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમીના આધારે આંજણી-પોશીના રોડ ઉપર વોચ ગોઠવવામાં આવી હતી. ત્યાં એક શંકાસ્પદ યુવક લાલ રંગનું શર્ટ અને વાદળી રંગનું પેન્ટ પહેરી હીરો સ્પ્લેન્ડર પ્લસ બાઈક લઈને આવતો જોવા મળ્યો હતો. પોલીસે તેને અટકાવી વાહનના દસ્તાવેજો માંગતા તે રજૂ કરી શક્યો ન હતો. વધુ પૂછપરછમાં બાઈક ચોરીની હોવાનું બહાર આવ્યું હતું.

પોલીસે વધુ તપાસ કરતાં તેની પાસેથી અન્ય એક ચોરી કરેલી હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ પણ મળી આવી હતી. બંને વાહનો કબજે કરીને કુલ રૂ. 45,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે કબજે કરાયેલી બંને બાઈકો રાજસ્થાન રાજ્યના સ્વરૂપગંજ અને શિવગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા વાહન ચોરીના ગુનાઓ સાથે સંકળાયેલી છે. જેમાં એક બાઈકની કિંમત રૂ. 25,000 અને બીજી બાઈકની કિંમત રૂ. 20,000 હોવાનું નોંધાયું છે.

આ સમગ્ર કામગીરી પોશીના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એન. સાધુના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ અને પોલીસ કર્મચારીઓની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!