રાજનીતિ

ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની ૧૨૫મી જન્મજયંતિ નિમિત્તે હિંમતનગરમાં ભાજપ યુવા મોરચાનો રક્તદાન કેમ્પ

સાબરકાંઠાના હિંમતનગર સ્થિત ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ખાતે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની ૧૨૫મી જન્મજયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી સાબરકાંઠા જિલ્લા યુવા મોરચા દ્વારા ગુજરાત પ્રદેશ યુવા મોરચાના માર્ગદર્શન હેઠળ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરમાં મોટી સંખ્યામાં યુવા મોરચાના કાર્યકરો તેમજ સ્વૈચ્છિક રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક રક્તદાન કરી માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

રક્તદાન શિબિરનો મુખ્ય હેતુ જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર રક્ત ઉપલબ્ધ કરાવવાનો તેમજ સમાજમાં સ્વૈચ્છિક રક્તદાન અંગે જાગૃતિ ફેલાવવાનો હતો. આ પ્રસંગે ભાજપના જિલ્લા અને શહેરના આગેવાનો, યુવા મોરચાના હોદ્દેદારો, કાર્યકરો તથા મોટી સંખ્યામાં શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે આગામી દિવસોમાં વિદ્યાર્થીઓ માટે વિશેષ છાત્ર સંમેલનનું આયોજન કરવામાં આવનાર હોવાનું પણ જણાવાયું હતું. જેમાં યુવા પેઢી સાથે શિક્ષણ, રાષ્ટ્રનિર્માણ, વ્યક્તિત્વ વિકાસ અને સમકાલીન મુદ્દાઓ અંગે સંવાદ યોજવામાં આવશે

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!