ખેડબ્રહ્મા પોલીસે એન.ડી.પી.એસ. કેસમાં ચાર માસથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો

ખેડબ્રહ્મા પોલીસે એન.ડી.પી.એસ. કેસમાં ચાર માસથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો
ચિલોડા પોલીસ સ્ટેશન, જિલ્લા ગાંધીનગર ખાતે નોંધાયેલા એન.ડી.પી.એસ. એક્ટના ગુનામાં છેલ્લા ચાર માસથી નાસતો ફરતો આરોપી ખેડબ્રહ્મા પોલીસના હાથે ઝડપાયો છે.
નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ (IPS), ગાંધીનગર વિભાગ તથા પોલીસ અધિક્ષકશ્રી ડૉ. પાર્થરાજસિંહ ગોહીલ (IPS), સાબરકાંઠા હિંમતનગરની સૂચના અન્વયે નાયબ પોલીસ અધિક્ષક ડૉ. કુલદિપકુમાર નાયી, ખેડબ્રહ્મા વિભાગના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને પકડવાની કામગીરી હાથ ધરાઈ હતી.
પોલીસ અધિક્ષકશ્રી, હિંમતનગર દ્વારા તા. ૧૬/૦૮/૨૦૨૬ થી ૩૧/૦૮/૨૦૨૬ સુધીની નાસતા આરોપીઓ પકડવાની ડ્રાઈવ આપવામાં આવી હતી. આ ડ્રાઈવ અન્વયે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા, તે દરમિયાન અ.પો.કો. અભીજીતસિંહ શ્રવણસિંહ (બ.નં. ૪૨૭)ને ખાનગી રાહે બાતમી મળી હતી કે ચિલોડા પોલીસ સ્ટેશન, પાર્ટ.બી ગુ.ર.નં. ૧૧૨૧૯૦૦૬૨૫૦૧૫૯/૨૦૨૫, એન.ડી.પી.એસ. એક્ટ કલમ ૮(સી), ૨૦(બી), (ii-બી) મુજબના ગુનામાં છેલ્લા ચાર માસથી નાસતો ફરતો આરોપી નાગજીભાઈ ગલબાભાઈ કેસરાભાઈ બુબડીયા (રહે. વલસાડી ગામ, સાબરફળીયુ, તા. પોશીના, જિ. સાબરકાંઠા) હાલમાં ખેડબ્રહ્મા ગ્રેવીટી હાઈસ્કૂલ આગળ રોડ ઉપર ઊભો છે, જેને લાલ કલરનો શર્ટ તથા સ્લેટ કલરનું જીન્સ પેન્ટ પહેરેલું છે.
આ બાતમીના આધારે તાત્કાલિક સ્થળ પર જઈ તપાસ કરતાં બાતમીમાં જણાવેલ વર્ણનવાળો આરોપી મળી આવ્યો હતો. પૂછપરછ કરતાં તેણે પોતાની વિરુદ્ધ ચિલોડા પોલીસ સ્ટેશન, જિ. ગાંધીનગર ખાતે એન.ડી.પી.એસ.નો ગુનો દાખલ થયેલ હોવાનું તથા પોલીસ પકડથી બચવા માટે અલગ અલગ જગ્યાએ કામ અર્થે નાસતો ફરતો હોવાનું કબૂલ્યું હતું. જે બાદ આરોપીને ઉપરોક્ત ગુનાના કામે અટક કરી ચિલોડા પોલીસ સ્ટેશન, જિ. ગાંધીનગરને સોંપવામાં આવ્યો છે.
કામગીરીમાં જોડાયેલા અધિકારી-કર્મચારીઓ:
૧. ડી.વી. હડાત, પોલીસ ઈન્સ્પેક્ટર
૨. એસ.એમ. વસૈયા, પો.સ.ઇ.
૩. અ.હે.કો. હરેશભાઈ ખીમજુભાઈ
૪. અ.પો.કો. અભીજીતસિંહ શ્રવણસિંહ (બ.નં. ૪૨૭)
૫. અ.પો.કો. પ્રદિપસિંહ મહેન્દ્રસિંહ (બ.નં. ૭૯૫)
૬. આ.પો.કો. સુમીતકુમાર ચંદ્રભાઈ (બ.નં. ૨૪૮)
૭. અ.પો.કો. વીનોદભાઈ મેવાભાઈ (બ.નં. ૯૪૦)
આમ ખેડબ્રહ્મા પોલીસ દ્વારા ચિલોડા પોલીસ સ્ટેશન, જિ. ગાંધીનગરના એન.ડી.પી.એસ.ના ગુનામાં છેલ્લા ચાર માસથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી સરાહનીય કામગીરી કરવામાં આવી છે.




