લાંબડીયાના અંબિકા માતાજી મંદિરે ભક્તિભાવપૂર્વક ધ્વજારોહણ યોજાયું: “બોલ મારી અંબે, જય જય અંબે” ના નાદથી વાતાવરણ ગૂંજી ઉઠ્યું

લાંબડીયા સ્થિત પ્રસિદ્ધ અંબિકા માતાજી મંદિરે આજે ભક્તિમય અને ઉત્સાહસભર માહોલમાં ધ્વજારોહણ કાર્યક્રમ સંપન્ન થયો હતો. આ ધાર્મિક પ્રસંગે સમગ્ર વિસ્તારમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા અને “બોલ મારી અંબે, જય જય અંબે” ના જયઘોષથી સમગ્ર મંદિર પરિસર તેમજ આસપાસનો વિસ્તાર ગૂંજી ઉઠ્યો હતો.
આજના આ પવિત્ર પ્રસંગે ખરોજ પોલીસ સ્ટેશન તરફથી પી.એસ.આઈ. (PSI) કે.બી. ખાટ સાહેબ દ્વારા અંબિકા માતાજીના શિખર પર સંપૂર્ણ વિધિવત રીતે ધ્વજ રોપણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન મા અંબાના દર્શન અને આશીર્વાદ મેળવવા માટે ભક્તોનો મોટો સમૂહ એકત્ર થયો હતો. ઢોલ-નગારાના તાલ અને ભક્તિભાવપૂર્વક માતાજીની ધ્વજયાત્રા યોજીને ધ્વજારોહણની વિધિ પૂર્ણ કરવામાં આવી હતી. ખરોજ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને સ્થાનિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં આ ધાર્મિક મહોત્સવ ખૂબ જ શાંતિપૂર્ણ અને ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત સૌ ભક્તજનોએ માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી.




