ખેડબ્રહ્મા

ભાદરવી પૂનમ મેળા નિમિત્તે ખેડબ્રહ્મા મંદિરમાં દર્શન-આરતીના સમય બદલાયા ૧૭થી ૨૬ સપ્ટેમ્બર સુધી મહોત્સવ ઉજવાશે

સાબરકાંઠા જિલ્લાના આસ્થાના પ્રતિક સમાન ખેડબ્રહ્મામાં આવેલા અંબિકા માતાજી મંદિરમાં ભાદરવી પૂનમ મેળા મહોત્સવની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ સ્થળ નાના અંબાજી તરીકે ઓળખાય છે. જેથી ભાદરવા સુદ નોમથી પૂનમ દરમિયાન અનેક ભક્તો દર્શન કરવા આવતા હોય છે, જેના કારણે મંદિરની મંગળા આરતી અને દર્શનના સમયમાં મંદિર ટ્રસ્ટ દ્વારા ફેરફાર કરવામાં આવ્યો છે.
આ અંગે ખેડબ્રહ્મા સ્થિત અંબિકા માતાજી મંદિર ટ્રસ્ટના મેનેજર દિલીપસિંહ કુંપાવતે જણાવ્યું કે, તા.૨૦ થી ૨૬ સપ્ટેમ્બર સુધી સાત દિવસ સુધી સાંસ્કૃતિક કાર્યક્રમો અને મેળાનું આયોજન કરાયું છે. તા.૧૭થી ૨૩ સપ્ટેમ્બર દરમિયાન મંગળા આરતી સવારે ૬.૧૫ વાગ્યે થશે. આ દિવસોમાં ભક્તો સવારે ૬.૧૫થી બપોરે ૧૨ વાગ્યા સુધી અને બપોરે ૩થી રાત્રે ૧૧ વાગ્યા સુધી માતાજીના દર્શન કરી શકશે. જોકે બપોરે ૧૨થી ૩ વાગ્યા દરમિયાન જાળીમાંથી દર્શન કરી શકાશે. ભાદરવા સુદ તેરસ, ચૌદશ અને પૂનમના ત્રણ દિવસ મંદિર સવારે ૬થી રાત્રે ૧૨ વાગ્યા સુધી દર્શન માટે ખુલ્લું રહેશે. ૨૪ અને ૨૫ સપ્ટેમ્બરના રોજ મંગળા આરતી સવારે ૬ વાગ્યે થશે. આ દિવસોમાં સવારે ૬થી રાત્રે ૧૨ વાગ્યા સુધી ભક્તો દર્શન કરી શકાશે. ૨૬ સપ્ટેમ્બરના રોજ ભાદરવા સુદ પૂનમના દિવસે પણ સવારે ૬ વાગ્યે મંગળા આરતી થશે. આ દિવસે પણ મંદિર સવારે ૬થી રાત્રે ૧૨ વાગ્યા સુધી ભક્તો માટે ખુલ્લું રહેશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!