ખેડબ્રહ્મા પોલીસની ‘શી ટીમ’ની સરાહનીય કામગીરી: અંબાજી ભાદરવી પૂનમ મેળામાં ગુમ થયેલાં બે બાળકોનું પરિવારો સાથે મિલન કરાવ્યું

ખેડબ્રહ્મા પોલીસની ‘શી ટીમ’ની સરાહનીય કામગીરી: અંબાજી ભાદરવી પૂનમ મેળામાં ગુમ થયેલાં બે બાળકોનું પરિવારો સાથે મિલન કરાવ્યું
અંબાજી ભાદરવી પૂનમના મેળામાં પદયાત્રીઓના બંદોબસ્ત માટે તૈનાત ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનની ‘શી ટીમ’ દ્વારા ત્વરિત કાર્યવાહી કરીને મેળાવડામાં વિખુટા પડી ગયેલા બે સગીર બાળકોને શોધી કાઢીને સહી-સલામત તેમના વાલી-વારસોને સોંપવાની પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે.
ગાંધીનગર વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વીરેન્દ્રસિંહ યાદવ (IPS), સાબરકાંઠા પોલીસ અધીક્ષક શ્રી ડો. પાર્થરાજસિંહ ગોહિલ (IPS), ખેડબ્રહ્મા વિભાગીય પોલીસ અધિકારી શ્રી ડો. કુલદીપકુમાર નાયી અને પો.ઇન્સ. શ્રી ડી.વી. હડાતના માર્ગદર્શન હેઠળ ‘શી ટીમ’ મેળા બંદોબસ્તમાં મદદરૂપ થઈ રહી હતી.
બીજી ઘટનામાં, ખેડબ્રહ્મા બસ સ્ટેન્ડ ખાતે પેટ્રોલીંગ દરમિયાન ‘શી ટીમ’ને ૧૫ વર્ષની એક બાળકી એકલી બેસીને રડતી મળી આવી હતી. પૂછપરછ દરમિયાન તેનું નામ કલ્પના સુરેશભાઈ કોટડ (ઉ.વ. ૧૫, રહે. દેડકાનાવળા, જી. ડુંગરપુર, રાજસ્થાન) હોવાનું જાણવા મળ્યું હતું.
-
માર્ગદર્શન: ડી.વી. હડાત (પોલીસ ઇન્સ્પેક્ટર, ખેડબ્રહ્મા પો.સ્ટે.)
-
UASI સુનીલભાઈ કાન્તીભાઈ (બ.નં. ૯૫)
-
WASI ભાવનાબેન માનસંગભાઈ (બ.નં. ૧૨૧૦)
-
ALR નરેશભાઈ ભરતભાઈ (બ.નં. ૮૪૬)
-
WPC શાલીનીબેન નટવરભાઈ (બ.નં. ૭૬૯)
-
WPC નયનાબેન કીરીટભાઈ (બ.નં. ૭૦૦)




