ખેડબ્રહ્મા પોલીસે “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત ચોરાયેલું બાઇક મૂળ માલિકને પરત સોંપ્યું

ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન દ્વારા સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી હેઠળ કબજે કરવામાં આવેલા મુદ્દામાલ વાહનનો મૂળ માલિક શોધી કાઢી “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત તેને પરત સોંપવામાં આવ્યું છે.
નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વીરેન્દ્રસિંહ યાદવ સાહેબ (IPS), ગાંધીનગર વિભાગ તથા પોલીસ અધિક્ષક શ્રી ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ સાહેબ (IPS), સાબરકાંઠાના માર્ગદર્શન અને નાયબ પોલીસ અધિકારી શ્રી ડૉ. કુલદીપકુમાર નાયી સાહેબ, ખેડબ્રહ્મા પ્રાંત વિભાગની રાહબરી હેઠળ “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે, જે અંતર્ગત ફરિયાદીઓ કે અરજદારોના ચોરાયેલા મુદ્દામાલને શોધીને તેમને પરત સોંપવામાં આવે છે.
આ કાર્યક્રમ અંતર્ગત પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.વી. હડાત, ખેડબ્રહ્માના માર્ગદર્શન હેઠળ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન સ્ટેશન ડાયરી નંબર ૧૪/૨૨, તા. ૧૦/૦૩/૨૦૨૨ના રોજ સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી અને ૧૦૨ મુજબ મુદ્દામાલ પોલીસ કેસ નંબર ૨૦/૨૦૨૨ હેઠળ કબજે કરાયેલ બજાજ કંપનીનું અનરજિસ્ટર્ડ મોટરસાયકલ (આર.ટી.ઓ. રજી. નં. GJ-09-AR-3957, એન્જિન નં. JBUBTD31087, ચેસિસ નં. MD2DSPAZZTPD87214) જે ચોરીનું વાહન હોવાનું બહાર આવ્યું હતું, તેના મૂળ માલિકને શોધી કાઢવામાં આવ્યા.
તપાસના અંતે વાહનના મૂળ માલિક કમલેશભાઈ લાલુભાઈ (ઉંમર ૩૫, રહે. મથાસરા, પાલ ફળિયું, તા. પોશીના) હોવાનું જણાઈ આવતાં, તેમણે પોતાના મોટરસાયકલના અસલ કાગળો તથા સોગંદનામું રજૂ કરતાં ખેડબ્રહ્મા પોલીસે તેમને પ્રશંસનીય કામગીરી કરી તેમનું બાઇક પરત સોંપ્યું હતું.
આ કામગીરીમાં પી.એસ.આઈ. શ્રી એમ. વસૈયા, ડબલ્યુ.એ.એસ.આઈ. નુતાબેન અરવિંદભાઈ (બિલ્લા નં. ૩૫૨), ડબલ્યુ.પી.સી. શાલિનીબેન નટવરભાઈ (બિલ્લા નં. ૯૬૬) અને ડબલ્યુ.પી.સી. પુષ્પાબેન નવલાભાઈ (બિલ્લા નં. ૧૦૭૮)એ ભાગ ભજવ્યો હતો.




