ટોચના સમાચાર

હિંમતનગરના ભોલેશ્વર વિસ્તારમાં મકાન પર જુગારધામ પર પોલીસનો દરોડો: ૮ શકુનિઓ ₹૨૭,૭૬૦ના મુદ્દામાલ સાથે ઝડપાયા

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર બી. ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં શ્રાવણ માસ દરમિયાન ચાલતી જુગારની પ્રવૃત્તિઓ પર પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ભોલેશ્વર ભાટ વાસમાં આવેલા એક મકાનના હોલમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડીને પોલીસે ૮ ઈસમોને ઝડપી પાડ્યા છે.

ગાંધીનગર વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ તથા સાબરકાંઠા-હિંમતનગરના પોલીસ અધિક્ષકશ્રી ડૉ. પાર્થરાજસિંહ ગોહીલની સૂચના મુજબ શ્રાવણીયો જુગાર રમતાં ઈસમો વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નાયબ પોલીસ અધિકારીશ્રી એ.કે. પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ ઈન્સ્પેક્ટર ડી.એન. વસાવા તથા સર્વેલન્સ સ્કોડના ઈન્ચાર્જ પી.એસ.આઈ. એ.પી. માળીની ટીમે બાતમીના આધારે આ સફળ કામગીરી કરી છે.

બાતમીના આધારે કાર્યવાહી તા. ૧૧/૦૯/૨૦૨૬ના રોજ પેટ્રોલિંગ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ હિતેશકુમાર રમણભાઈ અને ધરમવીરસિંહ દિલીપસિંહને ખાનગી રાહે બાતમી મળી હતી કે, ભોલેશ્વર ભાટ વાસમાં રહેતો રવિકુમાર હકમાજી ભાટ પોતાના મકાનના ઉપરના હોલમાં માણસો ભેગા કરી નાળ ઉઘરાવી તીન પત્તીનો જુગાર રમાડે છે.

પોલીસે બાતમીવાળા મકાન પર દરોડો પાડીને ઘટનાસ્થળેથી ગંજીપાના અને રોકડા ₹૨૭,૭૬૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પકડાયેલા આરોપીઓ: ૧. રવિકુમાર હકમાજી ભાટ (રહે. ભોલેશ્વર, ભાટ વાસ, હિંમતનગર) ૨. દીપકભાઈ હસમુખભાઈ ભાટ (રહે. ભોલેશ્વર, ભાટ વાસ, હિંમતનગર) ૩. મુકેશભાઈ રમેશભાઈ ભાટ (રહે. ભોલેશ્વર, ભાટ વાસ, હિંમતનગર) ૪. રાજેશભાઈ હેમાજી ભાટ (રહે. ભોલેશ્વર, ભાટ વાસ, હિંમતનગર) ૫. જશુભાઈ ગેવરભાઈ ભાટ (રહે. ભોલેશ્વર, ભાટ વાસ, હિંમતનગર) ૬. ધવલ એદુજી ભાટ (રહે. ભોલેશ્વર, ભાટ વાસ, હિંમતનગર) ૭. અનિલભાઈ શ્રવણભાઈ ભાટ (રહે. જૂની સિવિલ પાસે, ભાટ વાસ, હિંમતનગર) ૮. દેવેન્દ્ર રમણભાઈ ભીલ (રહે. ભોલેશ્વર, ભીલ વાસ, હિંમતનગર)

આ તમામ આરોપીઓ સામે હિંમતનગર બી. ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!