અમદાવાદ

ખેરોજ ખાતે ‘માં કા ભંડારા’ પદયાત્રી સેવા કેમ્પ દ્વારા ભક્તિ અને સેવા નો મહાયજ્ઞ: છેલ્લા ૩૫ વર્ષો થી નિઃસ્વાર્થ સેવા કાર્યરત

અંબાજી ધામ તરફ જતાં માઈભક્તો અને પદયાત્રીઓ માટે ખેરોજ મુકામે ‘માં કા ભંડારા પદયાત્રી સેવા ટ્રસ્ટ (અમદાવાદ)’ દ્વારા આયોજિત વિશાળ સેવા કેમ્પ છેલ્લા ૩૫ વર્ષો થી અવિરતપણે કાર્યરત છે. ભાદરવી પૂનમના પાવન અવસર નિમિત્તે અંબાજી દર્શનાર્થે જતા લાખો પદયાત્રીઓની સુવિધા અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આ સેવા કેમ્પનું નિર્માણ કરવામાં આવ્યું છે.

ભોજન, મેડિકલ અને વિશ્રામની ઉત્તમ વ્યવસ્થા

કેમ્પમાં પદયાત્રીઓ માટે તમામ પ્રકારની પાયાની અને ઉત્કૃષ્ટ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે:

  • મહાપ્રસાદ અને અન્નક્ષેત્ર: શ્રદ્ધાળુઓ માટે ગરમાગરમ બૂંદી, ગાંઠિયા, શાક, રોટલી અને બટાકાની વાનગીઓ સહિતના ભોજન અને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે. સેવાભાવી સ્વયંસેવકો રાત-દિવસ રસોઈ નિર્માણ અને પીરસવાની સેવામાં જોડાયેલા છે.

  • મેડિકલ સેવા: પદયાત્રીઓને પગના દુખાવા, છાલા કે અન્ય શારીરિક તકલીફોમાં રાહત આપવા માટે ‘જય અંબે મેડિકલ સેવા સંઘ (વિશ્વકર્મા પંચાલ ગ્રુપ, ચાંદલોડિયા, અમદાવાદ)’ દ્વારા નિઃશુલ્ક મેડિકલ કેમ્પ અને પ્રાથમિક સારવાર પૂરી પાડવામાં આવી રહી છે.

  • આરામ અને ભક્તિમય માહોલ: પદયાત્રીઓ માટે વિશાળ શેડ નીચે બેસવા, જમવા અને આરામ કરવા માટે કુરશીઓ તથા બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે.

શ્રદ્ધાળુઓ અને સ્વયંસેવકોનો ઉત્સાહ

કેમ્પમાં ના નાના-મોટા સ્વયંસેવકો અને મહિલાઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભોજન બનાવવાથી લઈને પીરસવા સુધીની કામગીરીમાં સહયોગ આપી રહ્યા છે. “બોલ મારી અંબે, જય જય અંબે” ના નાદ સાથે સમગ્ર ખેરોજ પંથક ભક્તિમય માહોલમાં રંગાઈ ગયો છે. પદયાત્રીઓએ પણ આ ભવ્ય આયોજન અને સેવા ભાવનાની સરાહના કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!