ઇડર

તાંબા અને પિત્તળ વાસણો તેમજ સિક્કાઓનો ગુન્હાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી મુદ્દામાલ કિ.રૂ.૫૩,૦૦૦/- રીકવર કરતી આરોપીની ધરપકડ કરતી ઇડર પોલીસ

*પરાગ હજારી- સિનિયર જર્નાલિસ્ટ

પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર રેન્જ, ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક સાબરકાંઠા ર્ડો.પાર્થરાજસિંહ ગોહીલ આઇ.પી.એસ સાબરકાંઠા હિંમતનગર દ્વારા જીલ્લામાં મિલકત સંબધી ચોરીઓના બનાવ સંબધે આવી ચોરીઓ કરતા ઇસમોને પકડી પાડવા અને ગુન્હા બનતા અટકાવવા સારૂ સુચના કરેલ જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક સ્મિત ગોહિલ સાહેબ ઇડર વિભાગનાં માર્ગદર્શન હેઠળ આ પ્રકારની પ્રવુત્તિ કરનાર વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી થાય તે સારુ સર્વેલન્સ સ્કવોડના માણસો સાથે કાર્યરત હતા તે દરમીયાન એ.જી.રાઠોડ. પોલીસ ઇન્સ્પેક્ટર ના માર્ગદર્શન હેઠળ વી.આર.ચૌહાણ પોલીસ સબ ઇન્સ્પેકટર તથા મેહુલકુમાર પરસોતમભાઈ એ.એસ.આઇ બ.નં.૩૮૩, નિકુલસિહ મહેન્દ્રસિંહ અ.પો.કો બ.નં. ૧૨૦૫ તથા જયદીપસિહ નરેન્દ્રસિહ આ.પો.કો બ.નં. ૩૪૨ સંયુક્ત સાહસથી અનડીટેકટ ગુનાની તપાસ વી.આર.ચૌહાણ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કરતા હોય અને રોજ ગુનાની તપાસ દરમ્યાન ગુનાવાળી જગ્યાની બાજુમાં મકાન ઉતારવાનુ કામ કરતા આ કામના આરોપી નરેશ ફકીરભાઈ વાઘરીની વર્તણુંક શંકાસ્પદ જણાતા તેની યુકતી પ્રયુકતી પુર્વક પુછપરછ કરી ગુનાનો ભેદ ઉકેલી આ કામે પાંચહાટડીયા ખાતે આવેલ રસીકલાલ ભાયચંદ જાતે.દોશી ના મકાનમાં ચોરી થયેલ મુદ્દામાલ જુના પિત્તળ તથા તાંબાના નાના-મોટા વાસણો જેમ કે તપેલા,પવાલી, તાળીઓ તથા બીજા ઘર વખરીના વાસણો જે આશરે રૂા.૩૫,૦૦૦/= તથા ઘરની અંદરના આવેલ જુના લાકડાના પટારામાં મુકેલ પિત્તળના જુના ડબ્બામાં મુકેલા જુના જમાના ચાંદીના અને રજવાડા વખત સિક્કાઓ જેની આશરે કીં.રૂા. ૧૮,૦૦૦/=ની જે કુલ રૂા.૫૩,૦૦૦/=ના મતાની ચોરીમાં ગયેલ તે તમામ મુદામાલ આરોપી નરેશ ફરકીરભાઈ વાઘરી પાસે થી રિકવર કરી ઇડર પો.સ્ટે એ.પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૯૦૨૦૨૬૦૨૧૯ /૨૦૨૬ ભારતીય ન્યાય સહિતા-૨૦૨૩ ની કલમ. ૩૦૫,૩૩૧(૪) મુજબના ગુન્હાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી મુદ્દામાલ કિ.રૂ.૫૩,૦૦૦/= રીકવર આરોપી નરેશભાઈ ફકીરભાઈ વાઘરી ઉ.વ.૪૨, હાલ, રહે.મકાન નં.૯૦૯ વિશ્વકર્મા સોસાયટી, કુકરવાડા, તા.માણસા, જી.ગાંધીનગર, મુળ રહે.વાધરી વાસ, મંડાલી મંડળી વિહાર, ચરાડા તા.માણસા,જી.ગાંધીનગર ધરપકડ કરી ઇડર પોલીસ ટીમને એક સફળતા મળેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!