ઇડર
ગંભીરપુરા ગામની મુસ્લિમ સમાજની વિધાર્થીનીઓ ને હેરાન-પરેશાન કરતાં બે ઈસમો ને પકડી પોલીસના હવાલે કર્યા

ઇડર શહેરની શાળા માં અભ્યાસ કરતી ગંભીરપુરા ગામની મુસ્લિમ સમાજની વિધાર્થીનીઓ ને કેટલાક દિવસો થી સ્કુલના બહાર ભાગે કેટલાક ઈસમો દ્વારા અશ્લીલ હરકતો અને ગંદી કોમેન્ટો પાસ કરી યેનકેન પ્રકારે હેરાન પરેશાન કરતા હતા તેમજ મુસ્લિમ સમાજની વિધાર્થીનીઓ ના પાછળ ગંભીરપુરા ગામ સુધી આવી હેરાન-પરેશાન કરતાં હતા ગંભીરપુરા ગામમાં મુસ્લિમ સમાજની વિધાર્થીનીઓના ધરો નજીક ના વિસ્તારમાં આવી ગયા હતા જ્યાં વિધાર્થીનીઓ એ આ ઈસમો અશ્લીલ હરકતો તેમજ હેરાન કરતાં હોવાનું જણાવતા લોકો એ પકડી લીધા હતા પોલીસ વાહિની ૧૧૨ ને જાણ કરી હતી પોલીસ દ્વારા પુછપરછ કરતાં પકડાયેલા બન્ને ઈસમો વેટલા તા.વડાલી જી.સાબરકાંઠાના હતા આ બનાવ થી ઇડર શહેર તેમજ ગંભીરપુરા મુસ્લિમમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.તેમજ ઇડર પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે. તે જોવું જ રહ્યું …




