Uncategorized

સાબરકાંઠા જિલ્લામાં ૧૪મી માર્ચ ના રોજ ૨૦૨૬ની પ્રથમ રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે

ફોજદારી, ચેક રિટર્ન, બેંક લેણાં, ગેસ બિલ, મોટર અકસ્માત સહિતના કુલ ૧૧ પ્રકારના કેસો મૂકી શકાશે

જીગ્નેશ સોની હિંમતનગર

સાબરકાંઠા જીલ્લામાં તા.૧૪મી માર્ચ નારોજ વર્ષ-૨૦૨૬ ની પ્રથમ રાષ્ટ્રીય લોક અદાલત રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, નવી દિલ્હી તથા રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના આદેશાનુસાર જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, સાબરકાંઠા, હિંમતનગરના અધ્યક્ષ અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ કે.આર.રબારીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ સચિવ સી.પી.ચારણનાઓ દ્વારા સાબરકાંઠા જીલ્લાની તમામ અદાલતોમાં રાષ્ટ્રીય લોક અદાલત નું આયોજન કરેલ છે.જેમાં ફોજદારી, ચેક રિટર્ન, બેંક લેણાં, ગેસ બિલ, મોટર અકસ્માત, લગ્ન વિષયક સહિતના કેસો મૂકી શકાશે. સાબરકાંઠા જીલ્લા માં વિવિધ જગ્યાએ લાગેલા સીસીટીવી કેમેરામાં ટ્રાફિકના નિયમોના ભંગ કરનાર અનેક લોકો દંડ ભરતા નથી. ત્યારે આવા કેસો પણ લોક અદાલતમાં મુકવામાં આવનાર છે.
લોક અદાલતમાં કેસોનો નિકાલ તે બંને પક્ષકારોને લાભકર્તા છે. બંને પક્ષના સમાધાનથી કેસોનો નિકાલ થાય છે.લોક અદાલતમાં કોઇની હાર નહીં અને કોઈનો પરાજય નહીં તેવી સ્થિતિ ઉદભવે છે. બંને પક્ષકારો વચ્ચે કોઈ વૈમનસ્ય રેહતું નથી અને સુમેળભર્યા સંબધો સચવાઈ રહે છે. આથી વધુમાં વધુ પક્ષકારોએ પોતાના કેસો લોક અદાલતમાં મૂકી તેનો મહતમ લાભ લેવાં જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સાબરકાંઠાની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!